Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગોળીબારની સાથે સાથે.....

હુમલાખોર મિલિટરી સ્ટાઇલના વસ્ત્રોમાં હતો

         ક્રાઇસ્ટચર્ચ, તા,૧૫ : ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે આજે ભીષણ ગોળીબાર કરતા વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ ગોળીબારમાં ૪૯ લોકોના મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો. ગોળીબારની સાથે સાથે નીચે મુજબ છે.

*    ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરેેઆજે ભીષણ ગોળીબાર

*    પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો

*    ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી પરંતુ ટીમના ખેલાડીઓનો સહેજમાં બચાવ થયો હતો

*    હુમલાખોર કાળા વસ્ત્રો પહેરીને આવ્યો હતો. સાથે સાથે માથા પર હેલમેટ પણ પહેરી રાખી હતી. તેની પાસે ઘાતક હથિયારો હતા

*    ન્યુઝીલેન્ડ પોલીસ અને સુરક્ષા દળોએ ચારેબાજુથી સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ

*    દુનિયાભરમાં ઘટનાને લઇને સવારથી ચર્ચા છેડાઇ

*    હુમલાના ગાળા દરમિયાન બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં જ હતી. મસ્જિદમાં ગોળીબારની માહિતી મળતાની સાથે જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે કોઇ રીતે બહાર આવી ગયા હતા.

*    બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડમાં છ. શનિવારથી બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે શરૂ થઇ રહી છે

*    ગોળીબારની ઘટના બન્યા બાદ આસપાસની તમામ ઇમારતોને બંધ કરી દેવામાં આવી હતી.

*    ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં ગોળીબારની ઘટના બન્યા બાદ ભારતમાં પણ આની ચર્ચા સવારથી રહી હતી

*    બે મસ્જિદમાં ગોળીબારમાં ૪૯ લોકોના મોત થયા

*    લાઇવ મર્ડરથી દુનિયાના દેશો ચોંકી ઉઠ્યા

*    મુખ્ય હથિયારો ઓસ્ટ્રેલિયાનો નિવાસી બ્રેન્ટન ટેરન્ટ છે

*    આ હત્યારાએ પોતાની કરતુતને દુનિયાને દર્શાવવા ૧૭ મિનિટ સુધી ફેસબુક લાઈવ કરીને  ચોંકાવ્યા

*    યુદ્ધના કોઈ ફિલ્મી સીનની જેમ મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર કરી લાશો બિછાવી

*        ખૂની ખેલથી પહેલા પોતાના નાપાક ઇરાદાને જાહેર કરવા ૭૩ પાનામાં મેનિફેસ્ટો લખ્યો

(7:51 pm IST)
  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST