Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ભારત તથા અમેરિકા વચ્ચે વ્યાપારની વિપુલ તકો છે : યુ એસ.ની ગ્લોબલ કંપનીઓ તથા રોકાણકારોએ ભારતમાં જુદા જુદા ક્ષેત્રે 50 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે : અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્ત એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલા

કેલિફોર્નિયા :  અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્ત એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલાએ તાજેતરમાં 3 માર્ચના રોજ કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્સિસ્કો બે એરિયાની મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન તથા કોમ્યુનિટી અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી.જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે અમેરિકના રોકાણકારો માટે ભારતમાં જુદા જુદા ક્ષેત્રે રોકાણો કરવાની વિપુલ તકો છે.તેમણે ઉમેર્યું હતું કે યુ.એસ.ની ગ્લોબલ કંપનીઓ તથા રોકાણકારોએ ભારતમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.કારણકે ભારત દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે.તેમ જણાવ્યું હતું

(7:35 pm IST)