Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

રિઝર્વ બેન્ક હવે વધારશે બેન્કોના ઓડિટર્સની જવાબદારી

RBI એ ટ્રેડ ક્રેડિટના ધોરણો હળવા કર્યા, ઓટોમેટિક રૂટ હેઠળની મર્યાદા વધારીને ૧પ કરોડ ડોલરની કરી તેમની સાથે દર ત્રણ મહિને મીટિંગ કરવામાં આવશે : જેમાં ફ્રોડ, ગવર્નન્સ, NPA જેવા મુદ્દા કવર થશે

મુંબઇ, તા. ૧પ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે બેન્કોના ઓડિટર્સ પર નજર બારીક કરવા જઇ રહી છે, જેના ભાગરૂપે ઓડિટર્સની ભૂમિકા વધુ જવાબદાર બનશે. રિઝર્વ બેન્ક બેન્કોના ઓલ્ડટર્સ સાથે પહેલી એપ્રિલથી દર ત્રિમાસિક ગાળામાં મીટિંગ કરશે. આ સાથે ઓડિટર્સ રિઝર્વ બેન્કના સખત નિયમન હેઠળ આવી જશે. તેઓ મર્યાદિત પ્રમાણમાં પોતાની માત્ર આંકડાકીય જવાબદારી છે એવો દાવો કરી છટકી જઇ શકશે નહીં. રિઝર્વ બેન્ક આ મીટિંગમાં મુખ્યત્વે નોન-પર્ફોર્મિંગ એસેટસ (NPAે), કૌભાંડ અને ગવર્નન્સ જેવા મુદ્દા આવરી લેશે.

આ મીટિંગમાં વ્યકિતગત બેન્કોની રિઝર્વ બેન્કની ઇન્ચાર્જ સુપરવાઇઝરી ઓથોરીટી અધ્યક્ષપદે રહેશે. બેન્ક-અધિકારીઓ આમાં હાજર રહી શકશે નહીં. હવે પછી એક એવું માળખુ કે ફોર્મેટ તૈયાર થશે જે હેઠળ રિઝર્વ બેન્કને ઓડિટર્સ તરફથી બેન્કોના મુખ્ય પરિબળો વિશે રિયલ ટાઇમ માહિતી કે સંકેત મળતા થશે.

અત્યાર સુધી રિઝર્વ બેન્ક ઓડિટર્સ સાથે વરસમાં એક મીટિંગ કરે છે અથવા જરૂરીયાતના આધારે મીટિંગ કરે છે, જેમાં માહિતીની આપ-લેનું કોઇ ચોક્કસ માળખું નથી, જયારે કે હવે પછી કવોર્ટરલી મીટિંગમાં ચોક્કસ માળખું હશે, જેના આધારે માહિતી મગાશે અને અપાશે.

NPA-નોન-પર્ફોર્મિંગ એસેટસ

રિઝર્વ બેન્ક બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ બુધવારે ઓટોમેટિક રૂટ હેઠળ ટ્રેક ક્રેડિટની મર્યાદા વધારીને ૧પ કરોડ ડોલર કરીને કેપિટલ અને નોન-કેપિટલ ગુડ્સ ની આયાત માટેના ધોરણો હળવા કર્યા હતાં.

જોકે ટ્રેડ ક્રેડિટ પોલિસી માટેના સુધારેલા માળખાની જાહેરાત કરતા RBI એ દરિયાપારની બધી લોન્સનો સર્વસમાવિષ્ટ દર બેન્ચમાર્ક રેટ વત્તા ૩.પ૦ ટકાથી ઘટાડીને ર.પ૦ ટકા કર્યો છે.

દરિયાપારના સપ્લાયર, બેન્ક, નાણાકીય સંસ્થા અને અનય મંજૂરીપાત્ર ધિરાણકર્તાઓ કેપિટલ અને નોન-કેપિટલ ગુડસની આયાત માટે જે મુદતી ધિરાણ પુરૂ પાડે છે એને ટ્રેડ ક્રેડિટ કહેવામાં આવે છે.

સુધારેલા માળખા પ્રમાણે ઓઇલ એન્ડ ગેસ રિફાઇનિંગ અને માર્કેટિંગ, એરલાઇન અને શિપિંગ કંપનીઓ ઓટોમેટિક રૂટ હેઠળ ૧પ કરોડ ડોલરનું ધિરાણ ટ્રેડ ક્રેડિટ મારફત મેળવી શકે છે.

અન્યો માટે આ મર્યાદા પાંચ કરોડ ડોલરની કે એની સમકક્ષ મૂલ્યના આયાત સોદાની છે.

અગાઉ ઓટોમેટિક રૂટ મારફત બેન્કોને બે કરોડ ડોલરની ટ્રેડ ક્રડિટ મંજૂર કરવાની છૂટ હતી અને એનાથી અધિક રકમની ક્રેટિ  માટે RBIની મંજુરી આવશ્યક હતી.

RBI એ કહ્યું છે કે સુધારેલુ માળખું તત્કાળ અમલી બન્યું છે. સર્વસમાવિષ્ટ ખર્ચ (ઓલ-ઇન-કોસ્ટ)માં વ્યાજદર, અન્ય ફીઝનો સમાવેશ થાય છે. ભારતીય ચલણમાં ચૂકવાતા વિથ હોલ્ડીંગ ટેકસનો સમાવેશ ઓલ-ઇન-કોસ્ટમાં થતો નથી.

રિઝર્વ બેન્ક તરફથી પ્રવાહિતા માટે ઓફર

વર્તમાન નાણાકીય વરસના અંત સુધીમાં બેન્કોને પ્રવાહિતાની સુવિધા પૂરી પાડવા રિઝર્વ બેન્કે બેન્કોને પાંચ અબજ ડોલરની સ્વોપ ફેસિલિટી ઓફર કરી છે. આ સુવિધા માટેનું ઓકશન ર૬ માર્ચે થશે અને ર૮ માર્ચ, ર૦રર સુધી સ્વોપનું બાય-સેલ ચાલશે. આમ ત્રણ વરસનો સમયગાળો બેન્કોને સ્વોપ ફેસિલિટી માટે મળી રહેશે.

(11:41 am IST)
  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • કાલે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪ વાગે બેઠક મળશેઃ ૧૮ અને ૨૨ માર્ચે પણ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટિની બેઠક મળશેઃ તમામ બેઠકમાં નરેન્દ્રભાઇ હાજર રહેશે access_time 3:33 pm IST

  • સુપ્રિમ કોર્ટનો ચુકાદો શ્રીસંત પર BCCIનો પ્રતિબંધ રહેશે યથાવતઃ ક્રિકેટર શ્રીસંતની અરજી મુદ્દે સુપ્રિમનો ચુકાદો : શ્રીસંતને ક્રિકેટ રમવા પરનો આજીવન પ્રતિબંધ સુપ્રિમે હટાવ્યો : બીસીસીઆઈને શ્રીસંતનો પક્ષ સાંભળવા સુપ્રિમનો આદેશઃ શ્રીસંત પર બીસીસીઆઈનો પ્રતિબંધ રહેશે યથાવત access_time 11:28 am IST