Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

પશ્ચિમ બંગાળમાં અનોખી લગ્નવિધિ :મહિલા પૂજારી કન્યાદાન વિના જ લગ્ન સંપન્ન કરાવે છે : પિતૃસત્તાક વ્યવસ્થાને પડકાર

કોલકાતાની નંદિની ભૌમિક પ્રોફેશનથી સંસ્કૃતના પ્રૉફેસર અને ડ્રામા આર્ટિસ્ટ પણ છે.

કોલકાતા ;પશ્ચિમ બંગાળમાં અનોખી રીતે લગ્નવિધિની કિસ્સો બહાર આવ્યો છે અનુષ્ઠાનના તમામ કાર્યો પુરુષો પૂજારી કરાવે છે.ત્યારે કોઈ મહિલા પૂજારી લગ્ન કેમ કરાવે ? આપણા સમાજમાં એવી મહિલાઓ છે જે પુરુષોના વર્ચસ્વને પડકારે છે અને પોતાની નોંધ લેવા માટે લોકોને મજબૂર કરે છે. કોલકાતાની નંદિની ભૌમિક પણ આવી મહિલાઓ પૈકીની એક છે. નંદિની કન્યાદાન જેવી વિધિ વિના લગ્ન સંપન્ન કરાવે છે. નંદિની પ્રોફેશનથી સંસ્કૃતના પ્રૉફેસર અને ડ્રામા આર્ટિસ્ટ પણ છે.

   આવું કામ કરનારી તે પશ્ચિમ બંગાળની સૌ પ્રથમ મહિલા પુજારી છે. તે કહે છે, ‘હું એવી વિચારશરણી સાથે સહમત નથી જેમાં દીકરીઓને ધન સમજવામાં આવે છે અને લગ્ન વખતે તેમને દાન કરી દેવાય છે. સ્ત્રીઓ પણ પુરુષની જેમ માણસ છે એટલે તેને વસ્તુ માનવી જોઈએ.’

  નંદિની જે રીતે લગ્ન કરાવે છે તે અન્ય બંગાળી લગ્નોથી તદ્દન અલગ હોય છે. તેઓ સંસ્કૃતના અઘરા શ્લોકોને બંગાળી અને અંગ્રેજીમાં વાંચે છે, જેથી વર-વધુ તેનો મતલબ સમજી શકે. તેમના દ્વારા કરાવવામાં આવતા લગ્નમાં બેકગ્રાઉન્ડમાં રબીન્દ્ર સંગીત વાગતું રહે છે.

  સામાન્યપણે લગ્નોમાં આખો દિવસ નીકળી જતો હોય છે પણ નંદિની માત્ર એક કલાકમાં લગ્ન સંપન્ન કરાવી દે છે. તે કહે છે કે, ‘હું કન્યાદાન નથી કરાવતી જેના કારણે ઘણો સમય બચે છે. ઉપરાંત મને પરંપરા ઘણી પછાત લાગે છે. હું બાકી પૂજારીઓનું સન્માન કરું છું અને મારી તેમની સાથે કોઈ લડાઈ નથી. મારા પતિને હિન્દુત્વવાદીઓ તરફથી ઘણીવાર ખતરાનો અહેસાસ થયો પણ મને કોઈ પ્રકારનો ડર લાગતો નથી.’

 નંદિની છેલ્લા 10 વર્ષથી કામ સાથે જોડાયેલી છે. તે અત્યાર સુધી 40થી વધુ લગ્નો કરાવી ચૂકી છે. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને થિએટર એક્ટિવિસ્ટ હોવાને કારણે તે ખૂબ વ્યસ્ત રહે છે. આમ છતા તે કોલકાતા અને આજુબાજુના વિસ્તારોમાં આંતરજ્ઞાતિય અને આંતરધાર્મિક લગ્નો કરાવે છે.

નંદિનીની લગ્ન કરાવવાની રીતે દંપતીઓને પણ ખૂબ ગમી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે. તે કહે છે કે, ‘મેં ઘણા બધા પંડિતોને લગ્નમાં ખોટા મંત્રોનો ઉપયોગ કરતા જોયા છે એટલે મેં મંત્રોને બંગાળી અને અંગ્રેજીમાં લખ્યાં.’

નંદિનીને બે પુત્રીઓ છે જેમના લગ્ન પણ તેમણે પ્રકારે કરાવ્યા છે. જાદવપુર યુનિવર્સિટીમાં નોકરી કરતી નંદિની પોતાની કમાણીનો મોટો ભાગ અનાથાલયોમાં દાન કરી દે

(1:25 am IST)