Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

હત્યાના 36 વર્ષથી ફરાર આરોપીની અયોધ્યાના એક મઠમાંથી ધરપકડ પટણા પોલીસને મોટી સફળતા : આજીવન કેદની સજાનો આરોપી ઝડપ્યો

પટણા :હત્યાના ગુન્હામાં છેલ્લા 36 વર્ષોથી ફરાર આરોપીને પટણા પોલીસે ઝડપી લીધો છે પોલીસે 36 વર્ષોથી ફરાર હત્યાના મામલામાં આરોપીની અયોધ્યાના એક મઠમાંથી ધરપકડ કરી છે.પટણા હાઈકોર્ટના આદેશ પર પોલીસે કાર્યવહી કરી હતી આરોપીએ વર્ષ 1981માં નેઉરી ગામના નિવાસી સુગમ સિંહની હત્યા કરી હતી. હત્યામાં પાક્કા સબૂત મળવા પર પટણા હાઈકોર્ટે સુરેશ સિંહને આજીવનકેદની સજા કરી હતી.

  પટણાના નેઉરી ગામના નિવાસી શુભમ સિંહની હત્યા 1981માં ગોળી મારીને કરવામાં આવી હતી. ઓપરેશન વિશ્વાસ અંતર્ગત પટણા પોલીસને એક મોટી સફળતા અયોધ્યામાં મળી છે. ઘટનાને અંજામ આપનારા સુરેશ સિંહ અને તેના પિતા રામભરત સિંહને પકડીને જેલમાં મોકલવામાં આવ્યો હતા. તે કાંડમાં કોર્ટ દ્વારા સુરેશ સિંહને સંપૂર્ણ દોષી માનીને આજીવન કેદની સજા કરી હતી.

   સુરેશ રાજ્ય છોડીને ફરાર થઈ ગયો હતો. કોર્ટ દ્વારા આજીવન કેદના આરોપી સુરેશ સિંહને પકડવા માટે સતત આદેશ અપાઈ રહ્યા હતા. સ્થાનિક પોલીસે મામલાને ગંભીરતાથી લઈને નગર પોલીસના નેતૃત્વમાં એક ટીમ રચીને કાંડના ફરાર આરોપી સુરેશને કોઈપણ સ્થિતિમાં પકડવા માટેના આદેશ આપ્યા હતા. ટીમને રડાર પર સતત અયોધ્યાનું લોકેશન મળી રહ્યું હતું. આરોપી અયોધ્યા સ્થિત સાકેત ભવન મઠમાંથી પકડાયો, જે સાધુ વેશ ધારણ કરીને પાછલા 36 વર્ષોથી અહીં જ રહેતો હતો. અયોધ્યા એસએચઓએ જણાવ્યું કે સાકેત ભવન મઠના મહંતને પણ સુરેશ સિંહ દ્વારા પોતાના અન્ય સાથી સાથે મળીને ગાયબ કરવાનો કેસ દાખલ છે.

(1:13 am IST)