Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

માનહાની કેસ બાદ કેજરીવાલે માંગી બિક્રમસિંહ મજેઠિયાની માફી

ચૂંટણી પ્રચાર વેળાએ કેજરીવાલે પંજાબમાં નશાખોરીનો મુદ્દો ઉઠાવી મજીઠિયાને જવાબદાર ઠેરવ્યા હતા

 

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી નેતા બિક્રમસિંહ મજિઠિયાની માફી માંગી લીધી છે વર્ષ 2017માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પ્રચાર વેળાએ કેજરીવાલે પંજાબમાં નશાનો મુદ્દો ઉઠાવતા તે માટે બિક્રમ મજીઠિયાને જવાબદાર ઠેરવ્યા હતા.અને એક રેલીમાં કેજરીવાલે કહ્યું કે, જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બિક્રમ મજીઠિયા જેલમાં હશે.

   બિક્રમ મજીઠિયાએ કેજરીવાલની ટિપ્પણી વિરુદ્ધ અમૃતસર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી સતત કહેવામાં આવ્યું કે બિક્રમ મજીઠિયાએ પંજાબના હજારો યુવાનેને બરબાદ કરી દીધા છે. મજીઠિયાએ કેજરીવાલની સાથે સાથે આશીષ ખેતાન અને સિંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

  હવે પંજાબમાં નવી સરકાર બન્યાના એક વર્ષ બાદ કેજરીવાલે પોતાના નિવેદન પર માફી માંગી લીધી છે અને તે માટે એક લેખિત પત્ર જારી કર્યો છે. તેવુ જણાવવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ પોતાના ઉપર ચાલી રહેવા તમામ માનહાનિ કેસને પુરા કરવા માટે તે નેતાઓ સાથે વાત કરી રહ્યાં છે જેણે તેની પર કેસ દાખલ કર્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેજરીવાલ પર માનહાનિના ઘણા કેસો ચાલી રહ્યાં છે

  નાણાપ્રધાન અરૂણ જેટલી, નીતિન ગડકરી, કપિલ સિબ્બલના પુત્ર અમિત સિબ્બલ, શીલા દીક્ષિતના ખાનગી સચિવ રહેલા પવન ખેડા, ડીડીસીએના ચેતન ચૌહાણ અને બીજેપી સાંસદ રમેશ વિધૂડીએ પણ કેજરીવાલ પર માનહાનિનો કેસ કર્યો હતો. ગડકરિની કેજરીવાલે માફી માંગી લીધી હતી. 

(11:52 pm IST)