Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ત્રિપુરાની ચારીલામ વિધાનસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર અને નાયબ મુખ્‍યમંત્રી જિષ્‍ણુદેવ બર્મનનો વિજય

નવી દિલ્હીઃ ત્રિપુરામાં ભાજપનો વિધાનસભા સીટ ઉપર વિજય થતા ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં પરાજય બાદ ભાજપમાં ખુશી છવાઇ છે.

ત્રિપુરાની ચારીલામ વિધાનસભા સીટ પર થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેવ બર્મને જીત મેળવી છે. 

ત્રિપુરામાં મુખ્યમંત્રીના ઉમેદવા રામ નારાયણ દેવબર્માનું ચૂંટણી પ્રચાર દરમિયાન અવસાન થયું હતું અને આ કારણે આ સીટ પર 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી રદ્ કરવામાં આવી હતી. જે બાદ 12 માર્ચના રોજ ચારીલામ સીટ પર મતદાન યોજાયું હતું. 12 માર્ચના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં ચારીલામ વિધાનસભા સીટ માટે ભાજપના ઉમેદવાર જિષ્ણુંદેવ બર્મન અને માકપાના પલાશ દેવબર્મા સહિત પાંચ ઉમેદવારો મેદાને હતા. 

તાજેતરમાં જ યોજાયેલી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવી હતી ત્યારે ઉત્તરપ્રદેશની ચૂંટણીની હાર બાદ ત્રિપુરાની આ ચૂંટણીનું પરીણામ ભારતીય જનતા પાર્ટી માટે રાહત આપનારૂ રહ્યું છે.

(8:23 pm IST)