Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કોઇપણ વ્યકિત અંગુઠો લગાવી પૈસાની લેવડદેવડ કરી શકશે

હવે અંતરિયાળ ગામો અને વીજખેંચ ભોગવતા ક્ષેત્રોમાં બેન્ક લાવશે બાયોમેટ્રિક સોલાર ATM

રાજકોટ તા. ૧૫ : અંતરિયાળ ગામો અને વીજળીની ખેંચ ભોગવતા ક્ષેત્રોમાં આગામી દિવસોમાં બાયોમેટ્રિક સોલાર એટીએમ મારફત બેંકો દસ્તક દેશે તેમાં કોઈપણ વ્યકિત માત્ર અંગુઠો લગાવીને પૈસાની દેવડદેવડ કરી શકશે હાલમાં પૈસાની લેવડદેવડ માટે બેન્ક તરફથી જારી એટીએમ કાર્ડ અને પિન નંબરનો ઉપયોગ થાય છે

   કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો. હર્ષવર્ધને પ્રોટોટાઇપ સોલાર એમટીએમની જાણકારી અપાતા જણાવ્યું હતું કે આને લઈને એસબીઆઈ અને બંધન બેન્ક જેવી કેટલીક બેન્કોએ રસ દાખવ્યો છે તેનું આગામી બે ત્રણ મહિનામાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઇ જશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે વીજળીની ઉપલબ્ધતા નહીં હોવાના કારણે દેશના કેટલાક હિસ્સામાં હાલના સમયે એટીએમ નથી, મંત્રાલયના વૈજ્ઞાનિકોએ આ સમાસ્યાને ધ્યાનમાં રાખીને પ્રોટોટાઇપ સોલાર એમટીએમ વિકસિત કર્યા છે.

(4:00 pm IST)