Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

યોગી-કેશવના ડખ્ખામાં ભાજપ હાર્યોઃ સંઘ સ્તબ્ધ

યુપીમાં મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીએ એક-બીજાને પાડી દીધા... :મોદી-શાહના નેતૃત્વ સામે સવાલ ઉઠયાઃ યુપીના વરિષ્ઠ સાંસદ ખુલ્લેઆમ મેદાનમાં મુખ્યમંત્રી-ઉપમુખ્ય મંત્રીએ એક-બીજાની રાજકીય શકિત ઘટાડવામાં વ્યસ્તઃ રાષ્ટ્રીય :ભાજપે ગંભીર નોંધ લીધી

રાજકોકટ તા. ૧પ : ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીના પરિણામોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સ્તબ્ધ બન્યો છે ભાજપની આંતરિક બઘડાટીના કારણે ભાજપને પરાજય જોવો પડયો છે. મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીએ પોતાની લોકસભાની બેઠક ગુમાવવી પડી છે. આ ઘટનાની રાષ્ટ્રીય ભાજપે ગંભીર નોંધ લીધી છે.

યુપીના પરાજયથી વિપક્ષનું મનોબળ મજબૂત થયું છે. ભાજપના વિરોધીઓ જોરમાં આવી ગયા છ.ેભાજપમાંથી પણ મોદી-શાહના નેતૃત્વ અને નીતિ સામે સવાલો ઉઠવા લાગ્યા છે.

રાજકીય સમીક્ષકો જણાવે છેકે, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી અને ઉપમુખ્યમંત્રી કેશવ વચ્ચે તનાવ હતો. પેટા ચૂંટણીમાં બંનેએ એક-બીજાની રાજકીય શકિત ઘટાડવા પ્રયાસો કર્યા હતા., આ કારણે ભાજપે ફુલપુર અને ગોરખપુર લોકસભા બેઠકો ગુમાવી પડી છે આ પરિણામોથી ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે સાવ હાંસિયામાં ધકેલાઇ ગયેલા સપા-બસપા ફરી જોરમાં આવી ગયા છે. અને દેશભરમાં વિપક્ષનું મનોબળ વધ્યું છે.

ગુજરાતમાં ભાજપ નબળો પડયા બાદ રાજસ્થાન-મધ્યપ્રદેશ, યુપી-બિહારની પેટા ચુંટણીના પરિણામો વીપરીત આવતા ભાજપના ટોંચના નેતૃત્વ સામે પક્ષમાંથી જ સવાલો ઉઠવા લાગ્યા છ.ે

યુપીના વરિષ્ઠ સાંસદ શ્યામચરણ ગુપ્તાએ મોદી-શાહ-યોગી સામે ખુલ્લે આમ સવાલો ઉઠાવ્યા છે પક્ષના ચાલ-ચરિત્ર પર સવાલ સર્જીને કહ્યું છે કે, બે-પાંચ વ્યકિત સિવાય બહારથી આવેલા બદનામ નરેશ અગ્રવાલે પક્ષના મોટાભા બની જાય છ.ે આવી નીતીના કારણે સ્થાનિક નેતૃત્વ અને કાર્યક્રમો નિષ્ક્રીય બની જાય છે.

ભાજપના આંતરિક-વિધ્વંશકારી ડખ્ખાના કારણે સંઘ સતબ્ધ બન્યો છે. ટુંક સમયમાં સંઘ નવાજુની કરે તેવા એંધાણ છે આંતરિક ડખ્ખાની રાષ્ટ્રીય ભાજપે પણ ગંભીર નોંધ લીધી છ.ેદરમિયાન મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી યોગીજીએ આજના તમામ કાર્યક્રમો રદ કરીને પરાજય વિષયક બેઠકો આદરી છ.ે

(3:57 pm IST)