Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ તાલિબાની નેતાઓ સાથેની સિક્રેટ મીટિંગ કેન્સલ કરી

કાબુલમાં ઘાતક હુમલાઓની સંખ્યા વધતા ટ્રમ્પએ ગુપ્ત બેઠક રદ્દ કરવાનું એલાન કર્યું

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાની નેતાઓ સાથેની પોતાની સિક્રેટ બેઠક રદ્દ કરી દીધી છે. આ બેઠક કેમ્પ ડેવિડમાં આજે તાલિબાની લીડર્સ અને અફઘાની રાષ્ટ્રપતિ સાથે યોજાવાની હતી. ગત સપ્તાહે કાબુલમાં તાલિબાનના હુમલા બાદ ટ્રમ્પે બેઠક રદ્દ કરવાનો નિર્ણય કર્યો.છે

ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે કાબુલમાં તે હુમલામાં પોતે સામેલ હોવાની કબૂલાત કરી છે કે જેમાં અમારા સૈનિક અને 11 લોકોના મોત નિપજ્યા. અમેરિકા અને તાલિબાનની વચ્ચે સૈદ્ધાંતિક રીતે આ વાતને લઇને સહમતી બની હતી કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પરત બોલાવી લેશે.

   તેમ છતાં કાબુલમાં ઘાતક હુમલાઓની સંખ્યા વધી ગઇ..જેનાથી ગુસ્સે ભરાયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે તાલિબાન સાથેની ગુપ્ત બેઠક રદ્દ કરવાનું એલાન કર્યું હતું

 ગત ગુરૂવારે તાલિબાને એક આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં અમેરિકા અને રોમાનિયાના એક-એક સૈનિક તથા 10 નાગરીકોના મોત નિપજ્યા હતા.

(10:43 pm IST)