Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારાને માર

ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની ધોલાઈ

નવી દિલ્હી, તા.૧૫ : કર્ણાટકના હુબલીમાં હિન્દુત્વ સંગઠનના કાર્યકરોએ ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની આજે જોરદાર ધોલાઈ કરી દીધી હતી. ત્રણેય વિદ્યાર્થી પુલવામા ત્રાસવાદી હુમલાની વરસી પર પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા જેના વિડિયો વાયરલ થઇ ગયા હતા. મામલામાં હવે હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓ કેએલઈ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. વોટ્સએપ પર વિડિયો આવ્યા બાદ લોકોએ કોલેજમાં ઘુસીને વિદ્યાર્થીઓની ધોલાઈ કરી હતી. પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લઇ લીધા છે.

          ત્રણેયના નામ પણ હવે જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં આમીર, બાસિત અને તાલીબ સામેલ છે. પોલીસના કહેવા મુજબ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષના વિદ્યાર્થી છે. કોલેજ હોસ્ટેલમાં રહે છે. જે વિડિયો સપાટી ઉપર આવ્યા છે તેમાં ત્રણેય પોતાનું નામ બતાવી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે. ખાઈ હૈ યે કસમ ખાઈ હૈ યે કસમ સુનલે દુશ્મન સભી યે દિલ કી સદા પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ ગીત બેકગ્રાઉન્ડમાં સાંભળી શકાય છે. બીજી બાજુ વિદ્યાર્થી આઝાદીના નારા પણ લગાવતા દેખાયા છે. વિડિયો વાયરલ થતાંની સાથે પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઇ લીધા છે. જો કે, હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોએ પોલીસના કબજામાંથી ત્રણેયને છોડાવીને માર મારવામાં આવ્યા હતા.

(7:54 pm IST)