Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ઉશ્કેરણીજનક નિવેદનબાજીને લઇ ભાજપ નેતૃત્વ હવે નારાજ

ગિરિરાજ સિંહને ખુલાસો કરવા માટે બોલાવાયા : બંગાળ અને બિહાર ચૂંટણીથી પૂર્વે ઉશ્કેરણીજનક નિવેદનો કરનાર તત્વને સાફ સંદેશ : દિલ્હી હારથી બોધપાઠ લીધો

નવીદિલ્હી, તા. ૧૫ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ ભારતીય જનતા પાર્ટી ઉશ્કેરણીજનક નિવેદનબાજીને લઇને આક્રમક થઇ ગઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દેવબંધને આતંકવાદની ગંગોત્રી ગણાવનાર પાર્ટીના આક્રમક નેતા ગિરીરાજસિંહને આજે સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા. સાથે સાથે કઠોર ચેતવણી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેરરીતે કબૂલ કરી ચુક્યા છે કે, દેશના ગદ્દારોને અને ભારત પાક મેચ જેવા નિવેદનથી દિલ્હીમાં પાર્ટીને નુકસાન થયું છે. અમિત શાહના નિવેદન બાદ ભાજપે હવે આક્રમક કાર્યવાહીની રૂઆત કરી દીધી છે. ભાજપે ઉશ્કેરણીજનક નિવેદનબાજી સામે લાલઆંખ કરી છે. નડ્ડાએ સામાન્યરીતે પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહેલા બિહારના બેગુસરાઈથી સાંસદ ગિરિરાજ સિંહને બોલાવ્યા છે. નડ્ડાએ સિંહને ૧૫ મિનિટ સુધી ચાલેલી મુલાકાત દરમિયાન કઠોર શબ્દોમાં ચેતવણી આપી હતી અને વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહેવા કહ્યું હતું.

         નડ્ડા સાથે વાતચીત કર્યા બાદ ગિરિરાજસિંહે પત્રકારો  સાથેની વાતચીત દરમિયાન કોઇ પ્રતિક્રિયા આપી હતી. ગિરિરાજસિંહે બુધવારના દિવસે કહ્યું હતું કે, કેટલા લોકો દેવબંધની આતંકવાદી ગતિવિધિમાં સામેલ થયા છે. દુર્ભાગ્ય છે કે, દેશના જે રાષ્ટ્ર માટે કામ કરવું જોઇએ તે રાષ્ટ્રવિરોધી ગતિવિધિમાં કામ કરી રહ્યા છે. દેવબંધ આતંકવાદની ગંગોત્રી તરીકે છે જ્યારે સોનિયા ગાંધી બાટલા હાઉસમાં ગયા હતા ત્યારે એન્કાઉન્ટરમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દિગ્વિજય આઝમગઢ ગયા ત્યારે પણ ભીડ હતી. જેટલા દેશમાં શાહીનબાગ થયા છે તે એક પ્રકારથી દેશને વિભાજિત કરનાર આંદોલન છે. અમિત શાહે હાલમાં એક કાર્યક્રમમાં આવા નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી.

          નડ્ડાએ સ્પષ્ટતા કરી દીધી છે કે, પાર્ટી હવે કોઇપણ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનને માફ કરશે નહીં. અનુરાગ ઠાકુર, અનંત હેગડે જેવા પાર્ટી નેતાઓને ભવિષ્યમાં પ્રકારના નિવેદનોથી બચવાની રૂ રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા અને નાણા રાજ્યમંત્રી ્નુરાગ ઠાકુરે પણ દેશના ગદ્દારો જેવા નિવેદન કરીને ખળભળાટ મચાવી દીધો હતો. પ્રકારના નિવેદનથી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો અને પાર્ટીની કારમી હાર દિલ્હીમાં થઇ હતી. હાલમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર આઠ સીટો મળી હતી. ગિરિરાજસિંહની મુશ્કેલીઓ હવે વધી રહી છે. બંગાળની ચૂંટણી પહેલા સખત કાર્યવાહી કરવાના સંકેતો આપી દેવામાં આવ્યા છે.

(7:53 pm IST)