Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

બ્રિટનના નાણામંત્રીએ ગીતાના નામે સોગંદ લીધા

બ્રિટનના કેટલાક અખબારોએ આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો

લંડન, તા.૧૫: બ્રિટનમાં નાણામંત્રી તરીકે પસંદ થયેલા મૂળ ભારતીય રિષી સુનાકે ગઈકાલે શપથવિધિ સમયે ભગવદ ગીતાના નામે સોગંદ લેતા તેનો વિવાદ સર્જાયો છે અને બ્રિટનના કેટલાક અખબારોએ આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જેનો જવાબ આપતા રિષીએ કહ્યું કે હું એ ગર્વ સાથે કહી શકુ છું કે આજે હું બ્રિટનનો નાગરિક છું. પરંતુ મારો ધર્મ હિન્દુ છે. મારો ધર્મ અને સંસ્કૃતિ એ પૌરાણિક ભારતના છે અને હું ગર્વથી કહું શકું છું કે હું હિન્દુ છુ અને મારી ઓળખ હિન્દુ તરીકેની જ રહેશે.

આપને જણાવી કે હાલમાં જ બ્રિટનના વડાપ્રધાને દેશના નવા નાણામંત્રી તરીકે મૂળ ભારતીય રિષી સુનાકેને પસંદ કર્યા છે. બ્રિટન યુરોપીયન સંદ્યથી અલગ પડયા બાદ તેના અર્થતંત્રને કોઈ અસર ન થાય તે જોવાની મોટી જવાબદારી રિષી પર છે અને તેઓ એક સક્ષમ અર્થશાસ્ત્રી તરીકે પણ જાણીતા છે. તેઓએ બ્રિટનમાં વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેઓ ઓકસફર્ડ તથા સ્ટાનફોર્ડ યુનિ.માં ભણ્યા છે અને અનેક ખાનગી કંપનીઓમાં કામ કર્યુ છે. તેઓ ભારતના આઈટી ક્ષેત્રના માંધાતા ગણાતા નારાયણમૂર્તિના જમાઈ છે.

(3:43 pm IST)