Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

AGR મામલો : સુપ્રિમ કોર્ટની લાલ આંખ બાદ

વોડાફોન - આઇડીયાના અસ્તિત્વ ઉપર ખતરો : ૧ લાખ લોકો બની શકે છે બેકાર

રૂ. ૫૩૦૩૮ કરોડ આપવાના થાય છે : રાહત નહિ મળે તો કંપની બંધ કરવી પડે તેવી સ્થિતિ

નવી દિલ્હી તા. ૧૫ : એજીઆરની ચુકવણી અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશના ટેલીકોમ વર્લ્ડમાં અફડાતફડી મચી ગઇ છે. આ આદેશ બાદ એક સમયમાં સબ્સક્રાઇબર્સની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની રહેલી વોડાફોન - આઇડીયાના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. ભારતના ટેલીકોમ જગતના અનેક મોટી કંપનીઓના શટડાઉન થતી જોઇ છે. અને હાલની સ્થિતિ જોઇએ તો ફડ નહી મળવા પર વોડાફોન પણ ભારતમાંથી તેમનો બિઝનેસ સમેટી શકે છે. તેનાથી એક લાખથી વધુ લોકોને બેરોજગારી નડી શકે છે.

સુપ્રીમ કોર્ટે ટેલી કંપનીઓને કહ્યું કે, ૨૪ ઓકટોબર ૨૦૧૯ના આદેશ અને બીજી અરજી રદ્દ થવા છતાંય એજીઆરની બાકી રહેલી રકમ ચુકવવામાં કેમ આવી નથી? તમારા વિરૂધ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી ૧૭ માર્ચે થશે.

વોડાફોન ગ્રુપ અગાઉથી જ કહી ચુકયું છે કે તેઓ જોઇન્ટ વેન્ચર વોડાફોન - આઇડિયામાં હવે વધુ મૂડી લગાવામાં આવશે નહીં. ૩૧ ડિસેમ્બર સુધી વોડાફોન - આઇડિયાની લોન ૧,૧૫,૮૫૦ કરોડ રૂપિયા હતી. તેમાં લીઝ સાથે જોડાયેલી દેણદારીઓ સામેલ નથી. અમેરિકાના ઇન્વેસ્ટમેન્ટ બેંક બીઓએફએ સિકયોરીટીઝે કહ્યું હતું કે વોડાફોન - આઇડિયા પર ખતરો દેખાઇ રહ્યો છે.

(3:27 pm IST)