Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

યુપી : ચાર નરાધમોએ MBAની વિઘાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું : પીડિતાની હાલત ગંભીર

પોલીસે મોબાઇલ લોકેશનના આધારે વિઘાર્થિનીને શોધી કાઢીઃ યુવતીની હાલત ખરાબ હોવાથી તેને સારવાર માટે મેરઠ ખસેડવામાં આવી

હાપુડ,તા.૧૫: ઉત્ત્।ર પ્રદેશના હાપુડ જનપદમાં એમબીએ વિઘાર્થિનીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વિઘાર્થિનીના પિતાની ફરિયાદ બાદ ગઢ કોતવાલીમાં ચાર યુવક પર ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગઢ ક્ષેત્રમાં રહેતી વિઘાર્થિની મેરઠની એક કોલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે. ગુરુવારે સાંજે વિઘાર્થિની મેરઠથી ઘર જવા માટે નીકળી હતી, પરંતુ ઘરે પહોંચી ન હતી. જે બાદમાં પરિવારના લોકોએ વિઘાર્થિનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિઘાર્થિનીનો મોબાઇલ ફોન બંધ આવ્યો હતો, જે બાદમાં પરિવારના લોકોએ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદ મળતા જ પોલીસે વિઘાર્થિનીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જે બાદમાં પોલીસને મોબાઇલના લોકેશનના આધારે વિઘાર્થિની બુલંદશહેરના સ્યાનામાંથી મળી આવી હતી. વિઘાર્થિની જખમી હાલતમાં હતી. તેને સારવાર માટે મેરઠ ખસેડવામાં આવી હતી. હાલ વિઘાર્થિનીની હાલક ખૂબ ખરાબ છે, તે બોલી શકવાની સ્થિતિમાં નથી. વિઘાર્થિનીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ચાર યુવક સામે અપહરણ અને ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. ચારેય યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારી તેજવીર સિંહે કહ્યું કે, ગઢ ક્ષેત્રમાં રહેતા વિઘાર્થિનીના પરિવાર તરફથી ફરિયાદ મળી હતી. વિઘાર્થિનીની કાઙ્ખલ ડિટેઇલને આધારે તે સ્યાના પોલીસ મથક વિસ્તારના ચાંદપુરમાંથી મળી આવી હતી, આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(11:19 am IST)