Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

હાઈવે ઓથોરીટીએ લીધો નિર્ણય

આજથી ૨૯મી સુધી ફાસ્ટેગ ફ્રીમાં મળશે

નવી દિલ્હી, તા. ૧૫ :. હાઈવે ઓથોરીટીએ એક રાહતભર્યા સમાચાર આપ્યા છે. જો તમે હજુ સુધી ફાસ્ટેગ ન લીધુ હોય તો તમારી પાસે ૨૯ ફેબ્રુઆરી સુધી તે ફ્રીમાં લેવાની તક છે. ઓથોરીટીએ ૨૯મી સુધી ફાસ્ટેગ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ૨૨ નવેમ્બરથી ૧૫ ડીસેમ્બર સુધી ફ્રીમાં ફાસ્ટેગ અપાયા હતા. કેન્દ્ર સરકારે દેશના ૫૨૭થી વધુ નેશનલ હાઈવે પર ફાસ્ટેગ આધારીત ટોલ કલેકશન સિસ્ટમ શરૂ કરી છે.

હાઈવે ઓથોરીટીએ ફાસ્ટેગનો રૂ. ૧૦૦નો ચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાહન માલિક પોતાની ગાડી સાથે આર.સી. બુક લઈને ઓથોરીટીના કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ લોકેશન પર જશે તો ફાસ્ટેગ ફ્રીમાં મળી શકશે. પેટ્રોલ પમ્પ, ટોલ પ્લાઝા વગેરેમાંથી તે ફ્રીમાં મળશે. કોઈપણ સરકારી બેન્કમાંથી ફાસ્ટેગ સ્ટીકર ઓફલાઈન કે ઓનલાઈન અરજી કરી મેળવી શકાય છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એકસીસ બેન્કમાંથી ફાસ્ટેગ મળી શકે છે.

(10:00 am IST)