Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

CRPF જવાનોની શહીદીથી ખુશ થયું PAK : આતંકીઓને ગણાવ્યા લડવૈયા

પાકિસ્તાનના આલાકમાન ભલે આ હુમલાની નિંદા કરતા હોય પરંતુ ત્યાંના કેટલાક સમાચારપત્રોની હેડલાઇન વાંચો તો તેમની નીયતની ખબર પડી જાય

નવી દિલ્હી તા. ૧૫ : પુલવામામાં થયેલ આતંકી હુમલાથી પાકિસ્તાને દર વખતની જેમ વખોડીને હાથ ખંખેરી દીધા છે. પાકિસ્તાનનાં આલાકમાન ભલે આ હુમલાની નિંદ કરતા હોય પરંતુ ત્યાંનાં કેટલાક સમાચારપત્રોની હેડલાઇન વાંચો તો તેમની નિયતની જાણ થઇ જાય.

પાકિસ્તાનનાં તમામ સમાચારપત્રોએ પુલવામાં આતંરી હુમલા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનનાં સમાચાર પત્ર 'ધ નેશન'ની હેડલાઇન છે - આઝાદીનાં લડવૈયાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કાશ્મીરમાં ૪૪ સૈનિકોનાં મોત.

મહત્વનું છે કે પુલવામામાં ગુરૂવારે અવંતીપોરાનાં ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ આઈઈડીથી હુમલો કર્યો અને પછી તાબડતોડ ફાયરિંગ કરી હતી.

આ આતંકી હુમલામાં સીઆરપીએફનાં ૩૭ જવાનો શહીદ થઇ ગયા છે. આ આતંકી હુમલાએ ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાને હચમચાવી દીધી છે. પાકિસ્તાનનાં સમાચાર પત્રોએ આ ખબરને પ્રમુખતાથી છાપી છે.

પાકિસ્તાન ઓબ્ઝર્વરની હેડલાઇન

પાકિસ્તાન ઓબ્ઝર્વરે હેડલાઇ કી છે કે - ભારત અધિકૃત કાશ્મીરમાં થયેલા વિસ્ફોટમાં ૪૪ ભારતીય સૈનિકોનાં મોત, અનેક ઘાયલ. આની સાથે છાપામાં લખ્યું છે કે છેલ્લા બે વર્ષોમાં ભારતીય સુરક્ષાદળ પર આ સૌથી ઘાતક હુમલો છે. ધડાકો એટલો તેજ હતો કે આનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

ધ ડોન સમાચાર પત્રની હેડલાઇન

ધ ડોન સમાચાર પત્રએ હેડલાઇન મૂકી છે કે, - કાશ્મીર હુમલામાં ૪૪ ભારતીય સૈનિકોના મોત.

ધ ટ્રીબ્યુને હેડીંગ કર્યું છે કે, કાશ્મીરમાં ૪૪ ભારતીય સૈનિકોની સુસાઇડ એટેકમાં મોત.(૨૧.૩૦)

(3:30 pm IST)