Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અમેરિકામાં ફલોરિડાની હાઇસ્‍કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારથી ૧ ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી ઇજાગ્રસ્‍તઃ ૯મા ગ્રેડમાં ભણતા આ વિદ્યાર્થીને સામાન્‍ય ઇજા થવાથી હોસ્‍પિટલમાં દાખલ

ફલોરિડાઃ અમેરિકામાં ફલોરિડાના પાર્કલેન્‍ડમાં આવેલી હાઇસ્‍કૂલમાં પૂર્વ વિદ્યાર્થી નિકોલસ ક્રુઝએ ૧૪ ફેબ્રુ.ના રોજ અંધાધૂંધ ફાયરીંગ કરતા ૧૭ જેટલા વિદ્યાર્થીઓનું મૃત્‍યુ થયુ છે. તથા અનેક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્‍ત થયા છે.

આ ઇજાગ્રસ્‍ત વિદ્યાર્થીઓમાં ૯મા ધોરણમાં ભણતા ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. જેને સામાન્‍ય ઇજાઓ થતા હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:24 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • આધારકાર્ડની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી access_time 4:11 pm IST

  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST