Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પ્રવાહી સ્થિતિ વચ્ચે સેંસેક્સ ૧૪૨ પોઇન્ટ સુધરીને બંધ

નિફ્ટી ૪૫ પોઇન્ટ સુધરીને ૧૦૫૪૬ની સપાટીએ : એશિયન બજારમાં મિશ્ર સ્થિતિ : પંજાબ નેશનલ બેંકના શેરમાં વધુ ૮ ટકાનો ઘટાડો : મૂડીરોકાણકારો ચિંતાતુર

મુંબઈ, તા. ૧૫ : શેરબજારમાં ઉતારચઢાવનો દોર જારી રહ્યો છે. આજે પ્રવાહી સ્થિતીના દોર વચ્ચે સેંસેક્સમાં ૧૪૨ પોઇન્ટનો સુધારો થયો હતો જેથી તેની સપાટી ૩૪૨૯૭ની રહી હતી. જ્યારે નિફ્ટી ૪૫ પોઇન્ટ સુધરીને ૧૦૫૪૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. એશિયન શેરબજારમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઉંચી સપાટી પર રહ્યા હતા. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો પીએનબીના શેરમાં વધુ આઠ ટકાન આસપાસનો ઘટાડો રહ્યો હતો. મેનેજમેન્ટે રોકાણકારોને ખાતરી આપ હોવા છતાં લોકો ચિંતાતુર બનેલા છે.  ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ  બુધવારના દિવસે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૧૪૫ પોઇન્ટ ઘટીને ૩૪૧૫૬ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૦૧ની નીચી સપાટી પર રહ્યો હતો. એશિયન શેરબજારમાં મિશ્ર સ્થિતી જોવા મળી હતી.  સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે.  ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો.   શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યાનથી. કારણ કે હાલમાં શેરબજારમાં ૨૦૦૦ પોઇન્ટથી વધુનો કડાડો બોલી ગયો હતો. શેરબજારમાં હાલમાં એકપછી એક નકારાત્મક પ્રવાહ બજાર માટે આવી રહ્યા છે.

(7:46 pm IST)
  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST