Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મૃત પુત્રના સ્પર્મ દ્વારા દાદા-દાદી બન્યું વૃધ્ધ કપલ

ડોકટરોએ મેચિંગ ડોનરના એગ્સ અને વીર્યનું એક ગર્ભ તૈયાર કરી તેને સરોગટ માતાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કર્યું હતું

પૂણે તા. ૧૫ : શું મરણોત્ત્।ર બાળકોને જન્મ આપવો શકય છે? હા, મહારાષ્ટ્રમાં આવો જ એક કિસ્સો બન્યો છે. મૃતકના વીર્યનો ઉપયોગ કરી બે બાળકોને અવતરવામાં આવ્યાં છે. બે વર્ષ પહેલા બ્રેઇન ટ્યૂમરથી મૃત્યુ પામનાર ૨૭ વર્ષીય યુવકના માતા-પિતાએ યુવકના વિર્યનો ઉપયોગ કરી દાદા-દાદી બની ગયાં છે. યુવકની થેરાપી શરૂ થતા પહેલાં જ તેનું વીર્ય કાઢી લેવામાં આવ્યું હતું.

ડોકટરોએ મેચિંગ ડોનરના એગ્સ અને વીર્યનું એક ગર્ભ તૈયાર કરી તેને સરોગેટ માતાના ગર્ભાસયમાં ટ્રાન્સફર કર્યું હતું. યુવકના આન્ટીએ બે દિવસ અગાઉ જ બે સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જો કે નિષ્ણાંતોએ આ પ્રક્રિયા પાછળના એથિકસ પર સવાલો ઉઠાવ્યા.

યુવક ૨૦૧૩માં જર્મનીમાં અભ્યાસ કરી રહ્યો હતો, આ દરમિયાન તે બ્રેઇન ટ્યુમરની બીમારીનો શિકાર બન્યો હતો. કેમોથેરાપી બાદ યુવકને બાળકો નહી થાય તેવા ભયે ડોકટરોએ અગાઉથી જ યુવકની સંમતિ મેળવી તેના વીર્યના સેમ્પલ મેળવી લીધાં હતાં. ૩ વર્ષ બાદ પુણેમાં કેન્સર રિલેટેડ કોમ્પ્લિકેશનથી યુવકનું મૃત્યુ થયા બાદ તેના માતા-પિતાએ વીર્યનું સેમ્પલ મેળવ્યું હતું.

યુવકના મમ્મીએ તેના પુત્રનું વર્ણન કરતા કહ્યું કે, 'તે મોસ્ટ આઇડિયલ મેન હતો, તે સારો વિદ્યાર્થી અને ભણવામાં પણ શ્રેષ્ઠ હતો. બ્રેઇન ટ્યુમર થવાથી કેમોથેરાપી બાદ તે પોતાનું વિઝન ખોઇ બેઠો હતો પણ તેમ છતાં તે પોતાનો જુસ્સો યથાવત રાખી શકયો હતો. છેલ્લા શ્વાસ સુધી તે બહાદુરીથી લડ્યો હતો. તેણે હંમેશા પોતાની વાર્તા અને રમૂજથી અમને આનંદ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે જ અમે જયારે એને ખોયો ત્યારે તેના વીર્યનો ઉપયોગ કરી પોત્રને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો.'

તેના મમ્મીએ જર્મનીની સ્પર્મ બેન્કનો સંપર્ક સાધ્યો અને વીર્ય મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ IVF પ્રક્રિયા માટે તેઓએ પૂણે-અહમદનગર રોડ પર આવેલી સહયાદ્રી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સંપૂર્ણ પ્રક્રિયામાં મદદ કરનાર ઇન્ફર્ટિલિટી એકસપર્ટ સુપ્રીયા પુરાણીકે જણાવ્યું કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં મેડિકલ પ્રિઝર્વેશન સોલ્યુશન બોકસમાં વીર્યને પૂણે લાવવામાં આવ્યું હતું. પરિવારમાંથી જ મેચિંગ એગ ડોનર મળી ગયાં હતાં.

ડોનરના એગ્સમાં વીર્ય ઇન્જેકટ કરી ૪ ગર્ભ બનાવવામાં આવ્યાં હતાં. ગર્ભને પોતાના ગર્ભાસયમાં ધારણ કરવા માટે યુવકના મમ્મી તૈયાર હતા પણ તપાસ દરમિયાન કન્સેપ્શન ફીટ ન જણાતા તેમના ૩૮ વર્ષીય બહેને સરોગેટ બનવા માટે તૈયારી દર્શાવી હતી.

ડોકટર પુરાણીકે કહ્યું કે, 'મહિલાની ફિટનેસ ચકાસ્યા બાદ ગત વર્ષે તેમના ગર્ભાસયમાં બે ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવ્યાં. જૂનમાં બંને ગર્ભ ઇમ્પાન્ટ થઇ ગયા હોવાની પુષ્ટિ કરી લેવામાં આવી હતી. રેગ્યુલર ચેક-અપ બાદ સોમવારે મહિલાએ બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો.'

ચેન્નઇ સ્થિત ઇન્ડિયન સરોગસી લો સેન્ટરના ફાઉન્ડરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, આ પહેલો કેસ નથી. ભૂતકાળમાં પણ આવા ૨-૩ કેસ થઇ ગયા છે જેણે મરણોત્ત્।ર બાળકો આપી શકાય કે નહીં તે અંગે ચર્ચા કરવા આપણને મજબૂર કર્યા છે.(૨૧.૯)

 

(11:29 am IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST