-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
અમેરિકાના ઓરેગોનમાં સંગીત કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર : છ લોકો ઘાયલ : એક ગંભીર
ફાયરિંગ થતા હોલમાં ભાગદોડ થઈ તેનો લાભ લઈને હુમલાખોર નાસી છૂટયો :ગાયકોને સલામત સ્થળે ખસેડી લેવાયા

અમેરિકાના ઓરેગોનમાં ચાલી રહેલા એક સંગીત કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ગોળીબારી થઈ હતી. એમાં છ લોકોને ઈજા થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે ઈજાગ્રસ્તોમાંથી એકની સ્થિતિ ખૂબ નાજૂક છે.
અમેરિકન રાજ્ય ઓરેગોનના યૂજીન શહેરમાં એક સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો. કોન્સર્ટ હોલમાં સંગીતના કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો હતો. ફાયરિંગ થતાં હોલમાં ભાગદોડ મચી ગઈ હતી.ગોળીબારમાં છ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. એમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું પોલીસ નિવેદનમાં કહેવાયું હતું.
હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ ન હતી. પોલીસે નિવેદનોના આધારે હુમલાખોરની ઓળખ કરવાની તજવીજ શરૃ કરી છે. હોલમાં ભાગદોડ થઈ તેનો લાભ લઈને હુમલાખોર નાસી છૂટયો હતો. હુમલાનો ઈરાદો પણ જાણી શકાયો ન હતો. સંગીતકારોને નિશાન બનાવાયા હતા કે હુમલાખોરે પ્રેક્ષકોને નિશાન બનાવીને ગોળીઓ વરસાવી હતી તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી. ગાયકો લીલ બીન અને ઝે બેંગને હુમલો થયો તે વખતે સલામત સ્થળે ખસેડી લેવાયા હોવાનું આયોજકોના નિવેદનમાં કહેવાયું હતું.