Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અજિત પવારની બોમ્બે હાઇકોર્ટમાં પીટિશન દાખલ : સિંચાઇ કૌભાંડમાંથી નામ દૂર કરવાની કરી માંગણી

આરોપમાં યોગ્યતા નથી અને બદઇરાદા સાથે પોતાનું નામ દાખલ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો

 

મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે  બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. નાગપુર બેંચમાં કરેલી અરજીમાં તેમણે સિંચાઈ કૌભાંડમાંથી પોતાનું નામ હટાવવાની માંગ કરી છે. પીટિશનમાં તેમણે કહ્યું હતું કે તેમની સામેના આરોપમાં યોગ્યતા નથી અને બદઇરાદા સાથે પોતાનું નામ દાખલ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) માં કથિત કરોડો રૂપિયાના વિદર્ભ સિંચાઈ કૌભાંડની તપાસની માંગની જાહેર હિતની અરજી પર સોમવારે મહારાષ્ટ્ર સરકારને સમન્સ પાઠવ્યું હતું.

પીઆઈએલ અતુલ જગતાપ અને એનજીઓ જનમંચે ફાઇલ કરી છે. અરજી હાઇકોર્ટની નાગપુર બેંચમાં ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કેસની તપાસની માંગ રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) પાસેથી લઇ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે.

(12:21 am IST)