Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

તાઈવાનને ડ્રેગનને ફરીવાર ચેતવણી આપી રાષ્ટ્રપતિએ કહ્યું -કોઈપણ પ્રકારની ઘૂસણખોરી બીજીંગને મોંઘી પડશે

'અમારે પોતાને સ્વતંત્ર જાહેર કરવાની જરૂર નથી. અમે પહેલેથી જ એક સ્વતંત્ર દેશ છીએ

 

નવી દિલ્હી : ચીન વિરુદ્ઘ મોર્ચો ખોલવાવાળા તાઈવાનને ડ્રેગનને ફરીથી એક વખત ચેતવણી આપી છે. તાઈવાનની નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને ચેતવણી ભરેલા સ્વરમાં જણાવ્યું કે દ્ધિપ પહેલેથીજ સ્વતંત્ર છે અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી બીજીંગને મોંઘી પડી શકે છે.

હાલમાં સાઈ ઈંગ-વેન બીજી વખત રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવી છે. વખતે તેમણે રેકોર્ડ તોડ તરીકે 82 લાખ વોટો સાથે જીત નોંધાઈ છે. ચીનનું નેતૃત્વ રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનને ક્યારેય પણ પસંદ નથી કરતું. અને તેઓ તેમને ચૂંટણીમાં હારતા જોવા માંગે છે.

ચીન સ્વાયત્ત રીતે સ્થાઈ તાઇવાનને પોતાનો હિસ્સો માની રહ્યો છે. જ્યારે તેમણે જણાવ્યું કે જો જરૂર પડશે તો તેઓ તાઇવાન પર કબજો કરવાની પણ ધમકી આપી છે. ખાસ કરીને જો તે પોતાને સ્વતંત્ર જાહેર કરે.

પરંતુ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી તેની પહેલી મુલાકાતમાં, સાઇને સ્વતંત્રતાની ઘોષણા કરવા માટે કોઈ ઔપચારિકતાઓ કરવાની જરૂર નથી, કારણ કે ટાપુ પહેલાથી સ્વ-શાસન છે. તેમણે કહ્યું, 'અમારે પોતાને સ્વતંત્ર જાહેર કરવાની જરૂર નથી. અમે પહેલેથી એક સ્વતંત્ર દેશ છે અને આપણે પોતાને રિપબ્લિક ઓફ ચાઇના, તાઇવાન કહીએ છીએ. ' આધુનિક તાઇવાન છેલ્લાં 70 વર્ષથી એક અલગ શાસન ચાલી રહ્યું છે.

(12:16 am IST)