Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રશિયાના પ્રધાનમંત્રી દિમિત્રી મેદવેદેવએ રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિનને રાજીનામું આપ્‍યુઃ મેદવેદેવ અને પુતિન લાંબા સમયના સહયોગી

નવું મંત્રી મંડળ બનતા સુધી ચાલુ રહેવા અનુરોધ : રાષ્‍ટ્રપતિ સુરક્ષા પરિષદના ઉપાધ્‍યક્ષ માટે વિચારણા

    રશિયાના પ્રધાનમંત્રી દિમિત્રી મેદવેદેવએ બુધવારના રાષ્‍ટ્રપતિ વ્‍લાદીમીર પુતીનનને મેદવેદેવને એમની સેવા માટે અભિનંદન આપ સાથે કહ્યું કે પ્રધાન મંત્રીનું મંત્રીમંડળ નિર્ધારીત બધા ઉદેશોને પુરા કરવામાં વિફળ રહ્યું.

        રશિયન મીડીયાએ કહ્યું કે પુતિનએ મેદવેદવેને રાષ્‍ટ્રપતિ સુરક્ષા પરિષદના  ઉપાધ્‍યક્ષના રૂપમા નામિત કરવાની યોજના બનાવીછે.

        મેદવેદેવએ  અને પુતિન લાંબા સમયના નજદીકી સહયોગી છે. એમણે ર૦૧ર થી રશિયાના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્‍યો હતો. એમણે આ પહેલા ચાર વર્ષ ર૦૦૮ થી ર૦૧ર માં રાષ્‍ટ્રપતિ તરીકે વિતાવ્‍યા હતા. પુતિનએ મેદવેદેવને નવા મંત્રીમંડળ બનતા સુધી કામ કરવા કહ્યું છે.

        મેદવેદેવના રાજીનામા પછી  બુધવારના પુતિનએ પ્રથમ વાર્ષિક સ્‍થિતિ પર રાષ્‍ટ્રને સંબોધન કર્યુ. પોતાના ભાષણ દરમ્‍યાન રશિયન નેતાએ પ્રધાનમંત્રીઓ અને મંત્રીમંડળના સભ્‍યોની શકિતઓને વધારવા માટે બંધારણમાં સંશોધનનો પ્રસ્‍તાવ રાખ્‍યો. પ્રસ્‍તાવિત કદમને પુતિનના પ્રયાસોના હિસ્‍સાના રૂપમાં જોવાઇ રહ્યો છે.

        કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન કાર્યકાળ પછી ર૦ર૪ માં રાષ્‍ટ્રપતિના રૂપમાં સતામા બની રહેવા માટે નવી સ્‍થિતિ કાયમ કરવાની આ યોજના હોઇ શકે છે.

(9:52 pm IST)