Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન કરનાર મુંબઈ યુનિવર્સિટીનાં ડિરેક્ટર યોગેશ સોમનને ફરજિયાત રજા પર મોકલી દેવાયા

સમગ્ર મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ એક સમિતિની રચના કરાઈ

મુંબઈ યુનિવર્સિટીએ એકેડેમી ઓફ આર્ટના ડિરેક્ટર યોગેશ સોમનને બળજબરીથી રજા પર મોકલી આપ્યા છે. સોમન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ એક સમિતિની રચના પણ કરી છે.

યુનિવર્સિટીના કુલપતિ સુહાશ પેડનકરે સોમવારે આ મામલે નિદર્શન કરનારા વિદ્યાર્થીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ઉપરાંત, ડિરેક્ટર યોગેશ સોમનને રજા પર મોકલી દેવાયા છે.

ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ આર્ટ એકેડેમીના ડિરેક્ટર યોગેશ સોમનને હટાવવાની માંગ કરી રહ્યા છે. સોમન પર આરોપ છે કે તેણે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેમણે નાગરિકત્વ કાયદા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

પેડનેકરે વિદ્યાર્થીઓને સંબોધિત કરેલા તેમના પત્રમાં લખ્યું છે કે તપાસ સમિતિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ કરશે. અમે સોમન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હાલ શક્ય થયું નહોતું.

(1:05 pm IST)