Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પવિત્ર કુંભની સાથે સાથે....

સાધુ-સંતો ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા

પ્રયાગરાજ, તા. ૧૫ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં  આજે અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થઇ હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થળ પર નાગા સાધુ, ત્યારબાદ અન્ય અખાડાના સાધુ સંતો તેમજ અંતે સામાન્ય શ્રદ્ધાળુઓએ શાહી સ્નાન કર્યુ હતુ. સામાન્ય શ્રદ્ધાળુઓ દ્વારા શાહીસ્નાનનો દોર મોડા સુધી ચાલ્યો હતો. વહેલી પરોઢે પાંચ વાગે સ્નાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શાહીસ્નાનનો દોર જારી રહેશે. સઘન સુરક્ષા અને જુદા જુદા ઘાટ ઉપર સ્નાન અને પૂજાવિધિ માટે સંતો ઉમટી પડ્યા હતા. આસ્થાની ડુબકીની સાથે સાથે નીચે મુજબ છે.

*   મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થયા બાદ હવે ચોથી માર્ચ સુધી ચાલશે

*   પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર શરૂઆત થઇ

*   પ્રથમ શાહી સ્નાનમાં સૌથી પહેલા નાગા સાધુ, ત્યારબાદ અન્ય અખાડાના સાધુ-સંતો અને છેલ્લે શ્રદ્ધાળુઓ દ્વારા સંગમ ઉપર પવિત્ર ડુબકી લગાવવામાં આવી

*   કુંભ મેળામાં શાહી સ્નાન માટે પહોંચેલા અખાડાના સાધુ-સંતો ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી

*   તમામ અખાડાઓની પોતપોતાની વિશેષતા અને મહત્વ રહે છે

*   તમામ અખાડાઓની દિનચાર્યા અને ઇષ્ટ દેવ  પણ જુદા જુદા રહે છે

*   કુંભમાં કરોડોની સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થયા છે

*   માન્યતાપ્રાપ્ત ૧૩ અખાડાના સંતો હજુ સુધી સામેલ થતા હતા પરંતુ હવે ૧૪ અખાડા થઇ ગયા છે

*   આ વખતે કિન્નર અખાડાને પણ સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

*   વાંદરાના બાળકની સાથે શાહી સ્નાન કરવા સ્વામી રાજકમલદાસ વેદાંતી પહોંચ્યા હતા

*   પહેલા શાહી સ્નાનમાં તીવ્ર ઠંડીનું મોજુ હોવા છતાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

*   જુના અખાડાના સંતોના સ્નાન બાદ અખાડા અને ત્યારબાદ અગ્નિ અખાડાના સંતો દ્વારા સ્નાન કરાયું

*   તમામ અખાડાને ક્રમશઃ સ્નાન માટે ૩૦ મિનિટથી ૪૫ મિનિટનો સમય આપવામાં આવ્યો

*   દેશ અને દનિયામાંથી સંગમ સ્થળે લોકો પહોંચી રહ્યા છે

*   ઉત્તરપ્રદેશ દ્વારા છેલ્લા ઘણા સમયથી આની તૈયારીઓ ચાલી રહી હતી

*   દૂરસંચાર કંપનીઓ વચ્ચે પણ આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

*   કુંભ મેળા દરમિયાન લોકોને એકબીજા સાથે જોડી રાખવા આઇડિયા-વોડાફોન, રિલાયન્સ અને એરટેલ દ્વારા વિશેષ આયોજન કરાયું છે

*   લાખોની સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે

(5:46 pm IST)