Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

યૂપીની ચૂંટણી માટે અપના દલ સાથે હાથ મિલાવશે AAP : કેજરીવાલ નહીં લડે વારાણસી બેઠકથી લડશે

અપનાદલ અને આપ ગઠબંધન યુપીની 80 બઠક પરથી ચૂંટણી લડશે

 

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીએ કરેલી સત્તાવાર ઘોષણા અનુસાર તે કૃષ્ણા પટેલની આગેવાનીવાળા અપના દલ સાથે ગઠબંધન કરી અને યૂપીની ચૂંટણીમાં 80 બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે. પરંતુ ગત વર્ષની જેમ વર્ષે પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નહીં નોંધાવે. આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહએ જણાવ્યાનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠક અને તેના ઉમેદવારો અંગે નિર્ણય લેવાય જાશે.

 

   તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેજરીવાલએ ક્યારેય કહ્યું નથી કે તે લોકસભાની ચૂંટણી લડશે. તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને 2019માં લોકસભાની રેસમાં ઉતરવાની તેમની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી ઉત્તર પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં પોતાના ઉમેદવાર ઉતારશે જ્યાં તેમનું સંગઠન મજબૂત છે.

   સિંહએ બે દિવસીય ભાજપા ભગાઓ, ભગવાન બચાવોની યાત્રાનું સમાપન વારાણસીમાં કર્યું હતું. યાત્રા શનિવારે અયોધ્યાથી શરૂ થઈ હતી. તેમણે યાત્રા દરમિયાન ભાજપને અનેક મુદ્દા પર આડેહાથ લીધી હતી

(8:42 pm IST)