Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

પ્રધાનમંત્રી અને નાણામંત્રીને અર્થશાસ્ત્રનું જ્ઞાન નથી, બંને ઘમંડીઃ સુબ્રમણ્યમ સ્વામી

સ્વામીએ ફ્રી એકવાર પીએમ મોદી પર કર્યો પ્રહાર

નવી દિલ્હી,તા.૧૪: ભાજપના સાંસદ  સ્વામી પોતાના બેબાક નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સહિતનાં મંત્રીઓ સામે ધારદાર પ્રહાર કર્યાં છે. હાલમાં જ બિપિન રાવતના નિધનને લઈને પણ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાને તેઓએ ષડયંત્ર ગણાવ્યું હતું. અને આજે ઉંત્ત્।ર પ્રદેશના મથુરામાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપ સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી અને નિર્મલા સીતારમણ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીની સાથે-સાથે નાણામંત્રીને પણ અર્થશાસ્ત્રનું જ્ઞાન નથી, પીએમ અને નાણામંત્રી બંને ઘમંડમાં છે.
સુબ્રમણ્યમ સ્વામી સોમવારે ઉંત્ત્।ર પ્રદેશના મથુરા જિલ્લાના બરસાનામાં એક હોસ્પિટલના ભૂમિપુજનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સરકાર સામે પ્રહાર કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, મોંઘવારી એટલા માટે વધી રહી છે, કેમ કે અર્થશાસ્ત્ર અંગે ન તો પીએમને કોઈ જાણકારી છે, ન તો નાણામંત્રીને. આ બંને બહુ જ ઘમંડી છે. તેઓ વિચારે છે કે તેઓ તમામ વસ્તુઓ જાણે છે. પણ હકીકતમાં તેઓ કાંઈ જાણતા નથી, જયારે મોંઘવારી દર સતત વધી રહ્યો છે, અને વિકાસ વૃદ્ધિદર ૨૦૧૬થી સતત ઘટતો જઈ રહ્યો છે.
ઉંલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામી પીએમ મોદી સરકારની અનેક વાર ટીકાઓ કરી ચૂક્યા છે. થોડા દિવસો અગાઉં જ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાના સાધતા લખ્યું હતું કે, મોદી સરકારનું રિપોર્ટ કાર્ડઃ ઈકોનોમી- ફ્ેઈલ, સીમા સુરક્ષા- ફ્ેઈલ, વિદેશ નીતિ- અફ્દ્યાનિસ્તાનમાં અસફ્ળતા- પેગાસસ મામલો, આંતરિક સુરક્ષા- કાશ્મીર મામલો.. કોણ છે જવાબદાર.
હાલમાં જ હેલિકોપ્ટર ક્રેશમાં પ્રથમ સીડીએસ બિપિન રાવતના નિધન બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ઉંચ્ચસ્તરીય તપાસની માગ કરતાં પીએમ મોદી ઉંપર પણ કટાક્ષ કર્યો હતો. સ્વામીએ એક વિડીયોમાં કહ્યું હતું કે, ચીન આપણી સીમાની અંદર હતું, તેમ છતાં પીએમ દ્વારા તેનું નામ લેવામાં આવી રહ્યું ન હતું. આ સમયે જનરલ રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાનથી વધારે ચીન આપણું દુશ્મન નંબર ૧ છે. આ સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ હેલિકોપ્ટર ક્રેશમાં ચીનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

 

(10:02 am IST)