Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

વેક્સિન સર્ટિફિકેટ પર મોદીનો ફોટો હટાવવાની અરજીઃ જજે કહ્યું, શું ભ્પ્ પર શરમ આવે છે?

કેરળ હાઈકોર્ટમાં વેક્સિન સર્ટિફ્કિેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવવાની અરજી કરવામાં આવી : કોર્ટે કહ્યું કે વેક્સિન સર્ટિફ્કિેટ પર તેઓની તસવીર લગાવવામાં ખોટું શું છે?: આ સાથે કોર્ટે સવાલ કર્યો કે, ૧૦૦ કરોડ લોકોને કોઈ સમસ્યા નથી, તમને શું તકલીફ્ છે?

કોચી,તા. ૧૪: કોરોનાની રસી આપતાં સમયે વેક્સિન સર્ટિફ્કિેટમાં પ્રધાનમંત્રીની તસવીરને લઈને કેટલાય લોકો દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો છે. તેવામાં કેરળ હાઈકોર્ટમાં વેક્સિન સર્ટિફ્કિેટ પરથી પ્રધાનમંત્રી મોદીની તસવીર કાઢવા માટેની અરજી કરવામાં આવી હતી. જે મામલે સુનાવણી કરતાં કોર્ટે અરજીકર્તાને ફ્ટકાર લગાવતાં સણસણતા સવાલ પુછ્યા હતા. કોર્ટે પુછ્યુ કે, શું તેઓને પ્રધાનમંત્રી ઉંપર શરમ આવે છે.
કેરળ હાઈકોર્ટમાં અરજીકર્તા પીટર મ્યાલીપરમ્પિલ વેક્સિન સર્ટિફ્કિેટ પર પીએમ મોદીની તસવીરને લઈને અરજી કરી હતી. અરજીકર્તાના વકીલ અજીત જોયે કોર્ટને જણાવ્યું હતું કે, સર્ટિફ્કિેટ એક પ્રાઈવેટ સ્થાન છે, જેમાં વ્યક્તિગત માહિતી નોંધાઈ છે. જેથી કોઈ વ્યક્તિની ગોપનીયતામાં દખલ કરવી યોગ્ય નથી. તેઓએ દલીલ કરી કે, સર્ટિફ્કિેટમાં પ્રધાનમંત્રીની તસવીરને જોડવી કોઈ વ્યક્તિના ખાનગી સ્થાનમાં દ્યુષણખોરી છે.
અરજીકર્તાના વકીલની દલીલ પર હાઈકોર્ટના જજ પી.વી.કુન્હીકૃષ્ણને કહ્યું કે, દેશના ૧૦૦ કરોડથી વધારે લોકોને વેક્સિન સર્ટિફ્કિેટ પર પ્રધાનમંત્રીની તસવીરથી કોઈ સમસ્યા નથી દેખાતી, તો તમને શું તકલીફ્ છે? પ્રધાનમંત્રીને દેશની જનતાએ ચૂંટ્યા છે. તેવામાં વેક્સિન સર્ટિફ્કિેટ પર તેઓની તસવીર લગાવવામાં શું ખોટું છે.
આ ઉંપરાંત અરજીકર્તાના વકીલે કોર્ટેને કહ્યું કે, અન્ય દેશોમાં આવી કોઈ પરંપરા નથી, જેના પર જજે કહ્યું કે, તેઓને ભલે પોતાના પ્રધાનમંત્રી પર ગર્વ ન હોય, પણ અમને અમારા પ્રધાનમંત્રી પર ગર્વ છે. તમને પ્રધાનમંત્રી પર શરમ કેમ આવે છે? તે લોકોના જનાદેશથી સત્ત્।ામાં આવ્યા છે, આપણા અલગ-અલગ રાજનૈતિક વિચાર હોઈ શકે છે, પણ તે આપણા પ્રધાનમંત્રી છે.
એક કલાકથી પણ વધારે સમય સુધી ચાલેલી સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું કે, પોતાના પ્રધાનમંત્રી પર ગર્વ કરવું કે ન કરવું તે કોઈની પોતાની ઈચ્છા પર નિર્ભર હોય છે. આ રાજનૈતિક મતભેદોનો મામલો નથી, કેમ કે સુપ્રીમ કોર્ટે જનતાના પૈસાથી ઉંપયોગ થનાર વિજ્ઞાપનો અને અભિયાનો માટે દિશાનિર્દેશ નક્કી કરી રાખ્યા છે. સર્ટિફ્કિેટ પર તસવીર હોવાને કારણે મતદાતાઓના મન પર પ્રભાવ પડે છે અને આ મુદ્દો હાલની રાજય વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉંઠાવવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે અરજીનો વિરોધ કરતાં કહ્યું કે આ ચર્ચામાં આવવા માટે દાખલ કરાયેલ અરજી છે. વૃદ્ધ અરજીકર્તાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેઓના વેક્સિન સર્ટિફ્કિેટમાં પ્રધાનમંત્રીની તસવીર મૌલિક અધિકારોનું ઉંલ્લંદ્યન છે. કોર્ટે કહ્યું કે, તે એ વાતની તપાસ કરશે શું આ અરજીમાં કોઈ દમ છે અને નહીં હોય તો કેસનો નિકાલ કરી દેવામાં આવશે.


 

(9:56 am IST)