Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ ઓમિક્રોનના સપાટામાં

૨૪ કલાકમાં ૩૭૦૦૦ નવા કેસ સામે આવ્યા છે, તેના એક દિવસ પહેલા ૧૭૦૦૦ નવા કેસ સામે આવ્યા હતાઃ દક્ષિણ આફ્રિકામાં આફ્રિકોનનો હાહાકાર

ડરબન, તા.૧૩: દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે અને રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા પણ તેના સપાટામાં આવીને સંક્રમિત થયા છે.
તેમની સારવાર ચાલી રહી છે.જોકે તેમને કોરોનાન હળવા લક્ષણો છે.બીજી તરફ દેશમાં ૨૪ કલાકમાં ૩૭૦૦૦ નવા કેસ સામે આવ્યા છે.તેના એક દિવસ પહેલા ૧૭૦૦૦ નવા કેસ સામે આવ્યા હતા.
સકારના કહેવા પ્રમાણે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બહાર નીકળેલા રાષ્ટ્રપતિ રામફોસાને પોતાની તબિયત સારી નહીં હોવાનુ લાગ્યુ હતુ.તેમણે વેક્સીનના બે ડોઝ લીધા છે છતા સંક્રમિત થયા છે.હાલમાં તેઓ કેપટાઉન ખાતેના ઘરમાં આઈસોલેશનમાં છે.
તેમણે આગામી સપ્તાહ સુધી પોતાની તમામ જવાબદારીઓ ઉપરાષ્ટ્રપતિને સોંપી છે.રાષ્ટ્રપતિ રામફોસાએ લોકોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીન લગાવો અને કાળજી રાખો,
દક્ષિણ આફ્રિકા હાલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.જેની પાછળ ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનુ મનાઈ રહ્યુ છે.
પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ રામફોસાને ઝડપભેર સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

 

(12:00 am IST)