Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ પર પ્રકાશ ઝા બનાવશે વેબ સીરિઝ

પીવી નરસિમ્હા રાવ સમાજ સુધારક, ભાષાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, કેળવણીકાર, રાજકારણી અને અર્થશાસ્ત્રી તરીકે ઊભરી આવ્યા હતા

મુંબઈ :જાણીતા ડિરેક્ટર પ્રકાશ ઝા ભારતના પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ આહ OTT અને Applause Entertainment સાથે પર વેબ સિરીઝ લાવી રહ્યા છે. આ વેબસીરીઝ નરસિમ્હા રાવના જીવનના દરેક પાસાઓ લોકોની સામે ફરીથી જીવંત કરશે જે ઘણા લોકો નથી જાણતા. 1992થી 1996 સુધીનો તેમનો કાર્યકાળ કોઈ ઘટનાથી ઓછો નહોતો.

બાબરી ઘટના હોય કે મુંબઈ વિસ્ફોટ હોય કે પછી ઈકોનોમિક લિબેરલાઈઝેશનનો નિર્ણય હોય, આ વેબ સિરીઝ આવા તમામ મુદ્દાઓ પર પ્રકાશ પાથરશે. આ વેબ સિરીઝ  વિનય સતપતિના પુસ્તક ધ હાફ લાયન પર આધારિત છે.

રાવનું વ્યક્તિત્વ બહુ-આયામી હતું, આ વેબ સિરીઝ તે વ્યક્તિત્વના દરેક પાસાઓ પર નજર નાખશે? આ સવાલનો જવાબ આપતા દિગ્દર્શક પ્રકાશ ઝા કહે છે કે ‘હાલમાં લેખન કાર્ય ચાલી રહ્યું છે, કલાકારો નક્કી થયા નથી’ રાવ એવા નેતા હતા જેમણે નવા ભારતનું નિર્માણ કર્યું. વધુ ઉમેરતા કહે છે કે ‘નોર્થ ઈસ્ટ દેશો પ્રત્યે રાવની નીતિ હોય કે ઈકોનોમિક લિબરલાઈઝેશનનો નિર્ણય, એ મહત્વનું છે કે આની પાછળ કોણ લોકો હતા, તેમણે કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધો તે મહત્વનું છે, આ સિરીઝ દ્વારા અમે આવા પાત્રોને પણ સામે લાવીશું.

(12:28 am IST)