Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

મોસ્કો પાસે કોન્વેટમાં આત્મઘાતી હુમલો : સાત યુવકો ઘાયલ : હુમલાખોરનું મોત

ઘાયલોમાં એક ૧૫ વર્ષના કિશોર સહિત તમામ સગીર: એક યુવકની ધરપકડ જે એક કોન્વેટ સ્કૂલનો છે

રશિયાની રાજધાની મોસ્કોની પાસે આવેલા એક કોન્વેટમાં થયેલા આત્મઘાતી હુમલામ્ સાત યુવક ઘાયલ થઇ ગયા છે જ્યારે હુમલાખોરનું મોત થયું છે. આ હુમલો તે સમયે થયો જ્યારે સવારે આઠ વાગ્યાની આસપાસ આ કોન્વેટમાં એક એક્સપ્લોસિવ ડિવાઇસમાં અચાનક વિસ્ફોટ થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલમાં એક ૧૫ વર્ષનો યુવક પણ ઘાયલ છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઘાયલોમાં એક ૧૫ વર્ષના કિશોર સહિત તમામ સગીરનો સમાવેશ થાય છે. પ્રાદેશિક પોલીસના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર બોંબ વિસ્ફોટના સંદર્ભમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક પણ એક કોન્વેટ સ્કૂલનો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ આ તીવ્ર વિસ્ફોટ, મોસ્કોની પાસે વેવેદેસ્કી વ્લાચિનમાં સ્થિત એક મઠમાં થયો છે.

(12:06 am IST)