Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

હિમાચલ પ્રદેશમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરતો પ્રસ્તાવ મંજુર

કોંગ્રેસના ધારાસભ્યે મુક્યો પ્રસ્તાવ :ગાય કોઈ જાતિ, ધર્મ અથવા વંશમાં વિભાજીત કરી શકાય નહી: ગાયનું માનવતાના વિકાસમાં મહત્વનું યોગદાન

નવી દિલ્હી :દેશભરમાં ગાયના નામે ચાલી રહેલા રાજકારણ વચ્ચે હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનો પ્રસ્તાવ પાસ કરાયો છે ધર્મશાળામાં આયોજીત થયેલા વિધાનસભા સત્ર દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરતો પ્રસ્તાવ મંજૂર થયો હતો

  હિમાચલ પ્રદેશની વિધાનસભા દ્વારા આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.આ પહેલા ઉત્તરાખંડ વિધાનસભાએ પણ સપ્ટેમ્બરમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી સાથેનો એક પ્રસ્તાવ પારીત કર્યો હતો. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્ધ સિંહે હિમાચલ પ્રદેશ વિધાનસભાના પટલ પર રજૂ કર્યો હતો તેને સત્તાધારી ભાજપના તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો.

  ગાયને એક રાજકીય મુદ્દો નહીં બનવવા પર અનિરુદ્ધ સિંહે કહ્યુ છે કે ગાય કોઈ જાતિ, ધર્મ અથવા વંશમાં વિભાજીત કરી શકાય નહીં. ગાયનું માનવતાના વિકાસમાં મહત્વનું યોગદાન છે. અનિરુદ્ધ સિંહે કહ્યુ હતુ કે ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરે છે, તો તેને લોકો ખુલામાં છોડી દેતા હોય છે. માટે આ પ્રકારના પગલાને ઉઠાવવાની જરૂર હતી. એટલું જ નહીં તેમણે ગાયના નામે હિંસા અને મોબ લિચિંગ રોકવા માટે પગલા ઉઠાવવાની જરૂરત હોવાનું પણ જણાવ્યું છે.

(11:43 am IST)