Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

હવે માત્ર ૪૮ કલાકમાં જ મોબાઇલ પોર્ટીબિલિટી

ટ્રાઇનો નવો નિયમ : ટેલીકોમ કંપનીઓ માટે નક્કી કરી સમયમર્યાદા : પહેલા ૭ દિ' લાગતા'તા

નવી દિલ્હી તા. ૧૪ : મોબાઈલ નંબરને અન્ય કંપનીના નંબરમાં ફેરવવા માટે હવે સરળ બન્યું છે. દુરસંચાર નિયામક ટ્રાઈએ નવો નિયમ જાહેર કરીને તેના માટે નવો નિયમ જાહેર કરીને તેના માટે બે દિવસનો સમય નક્કી કરવામા આવ્યો. ટેલિકોમ કંપનીઓની અરજી પર પોર્ટેબિલિટીની સુવિધાને ૪૮ કલાકમાં અંજામ આપવો પડશે. પહેલા સાત દિવસ સુધી રાહ જોવી પડતી હતી. જમ્મુ-કાશ્મીર,આસામ તેમજ ઇસ્ટ રાજયોમાં તે સમયમર્યાદા ૧૫ દિવસની છે.

ઙ્ગ નવા નિયમો હેઠળ યુપીસીની મર્યાદા ૧૫ દિવસની જગ્યાએ ચાર દિવસ રાખવામાં આવી છે તે જમ્મુ-કાશ્મીર, અસમ તેમજ પૂર્વોત્તરને છોડીને દરેક સ્થાનો પર માન્ય રહેશે. ગ્રાહક અરજી રદ્દ કરવા ઇચ્છે તો તે અંદાજે દુરસંચાર કંપનીને મેસેજ મોકલીને કરી શકશે. જો કે તે ગ્રાહકને અરજી બાદ નિર્ધારીત એક કાર્ય દિવસ તેમજ ૨૪ કલાકની અંદર રહેશે.

પોર્ટેબિલીટીમાં સેવા પ્રદાતા કોઇ પણ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને પ્રત્યેક મામલે ૫૦૦૦ રૂપિયાનું નાણાકીય નુકસાન સહન કરવું પડશે. ગ્રાહકની અરજીને ખોટા તેમજ અયોગ્ય આધાર પર અસ્વીકાર કરવા પર કંપનીઓને દસ હજાર રૂપિયા સુધીનું નાણાકીય નુકસાન સહન કરવું પડશે. આ રકમ ગ્રાહકોને પ્રાધિકારના આદેશ પર આપવામાં આવે છે. આ મામલે ગ્રાહકો વિરૂધ્ધ કોઇ આદેશ આપવામાં આવ્યો નથી.(૨૧.૧૧)

(11:37 am IST)