Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજકીય પક્ષોને મુકો પડતા :મધ્યપ્રદેશના ફરજનિષ્ઠ મુખ્ય ચૂંટણી ઓફિસરને લાખ લાખ સલામ

હૈદરાબાદમાં પિતાનું અવસાન છતાં બે દિવસમાં ફરજ પર પરત ફર્યા :ભોપાલથી ઈંદોર અને ત્યાંથી અડધા કલાકમાં ફ્લાઇટ પકડી બાદમાં 450 કિમીની ખેડી સફર

 

નવી દિલ્હી ;પાંચ રાજ્યોની ચૂંટણીમાં લોકો રાજકીય પક્ષોની ચર્ચા કરી રહ્યાં છે પરંતુ બધી ચર્ચા વચ્ચે એક રિયલ ઇન્ડિયનની સ્ટોરી પણ જાણવા જેવી છે. વાત છે મધ્યપ્રદેશના મુખ્ય ઇલેક્શન ઓફિસર વીએલ કંધરાવની.ચૂંટણી પરિણામ આવવાને ચાર દિવસ પહેલા કંધરાવના પિતાનું મૃત્યુ થઇ ગયું, જો કે કંધરાવ માત્ર બે દિવસની વિધિ પતાવી પરત ડ્યૂટી પર પરત ફર્યા હતા.

 

   7 ડિસેમ્બરની સવાર હતી, જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવામાં માત્ર 4 દિવસ બાકી હતી. મોડી રાત સુધી કામ કરતાં મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કંધરાવને સમાચાર મળ્યા કે તેના પિતા વી સૂર્યનારાયણનું હેદરાબાદમાં નિધન થઇ ગયું. એક તરફ દુઃખદ સમાચાર તો બીજી બાજુ જવાબદારી, જો કે તેઓ પોતાની ફરજને પ્રધાન્ય આપ્યુ અને બે દિવસમાં વિધિ પતાવી તેઓ પરત ફર્યા હતા

   રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામ પહેલા કંધરાવને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. તેઓએ અડધા કલાકમાં ભોપાલથી ઇન્દોર પછી હેદરાબાદ માટે ફ્લાઇટ પકડી, આંધ્ર પ્રદેશમાં પોતાના પૈતૃક ગામ પાસારલાપુડી પહોંચ્યા. જો કે સફર અહીં પૂર્ણ થયો, પિતાના પાર્થિવ દેહને જોવા માટે તેઓને 450 કિમી વધુ સફર કરવાનું બાકી હતું. ઉલ્લેખનીય છે કે વીએલ કંધરાવ 1992 બેંચના આઇએએ અધિકારી છે

  એકપુત્ર તરીકેની ફરજ નિભાવવા માટે કંધરાવે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. ત્યારબાદ 9 ડિસેમ્બરની રાતે પરત ભોપાલ પહોંચી ગયા. પિતાના મોતનું દુઃખ સહન કરી મંગળવારની રાત સુધી મતગણતરીના કામ કર્યું.

  ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે વીએલ કંધરાવે જણાવ્યું કે 28 નવેમ્બરે વોટિંગ બાદ લાગ્યું કે સારું કામ થયું છે, પરંતુ મુશ્કેલી તો ત્યારબાદ શરૂ થઇ. જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં છેડછાડ અને મોડા વોટિંગના સમાચાર મળ્યા. જો કે ભોપાલ જેલમાં 30 નવેમ્બપે વીજપૂરવઠો ખોરવાઇ જતા CCTVમાં થોડા સમય સુધી પરેશાની થઇ.

(12:14 am IST)