Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

અંચત શરત કમલને અપાશે ખેલ રત્ન એવોર્ડ ગુજરાતી ગર્લને એનાયત કરાશે અર્જુન એવોર્ડ

શરત આ વર્ષે ખેલરત્ન મેળવનાર એકમાત્ર ખેલાડી : 25 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે

મુંબઈ :  ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલને 2022નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેણે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર પોતાના નામે કર્યો હતો. આ સિવાય ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડને પણ એવોર્ડ મળશે.

ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલને 30 નવેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વર્ષ 2022 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પ્રદાન કરશે. શરત આ વર્ષે ખેલરત્ન મેળવનાર એકમાત્ર ખેલાડી છે, જ્યારે 25 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે, જેમાં બેડ મિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, એચ એસ પ્રણય, મહિલા બોક્સર નિખત ઝરીન, એથલીટ એલ્ડૌસ પોલ, અવિનાશ સાબલે સામેલ છે.
વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત વિશેષ સમારોહમાં પુરસ્કાર આપવામાં આવશે. જીવનજોત સિંહ તેજા (આર્ચરી), મોહમ્મદ અલી કમર (બોક્સિંગ), સુમા શિરૂર (પેરા શૂટિંગ) અને સુજીત માન (કુશ્તી) ને દ્રૌણાચાર્ય પુરસ્કાર આપવામાં આવશે. 

ભારતીય કેપ્ટન રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડ (ક્રિકેટ), બિમલ ઘોષ (ફુટબોલ) અને રાજ સિંહ (રેસલિંગ) ને આજીવન યોગદાનમાં આ પુરસ્કાર મળશે. અશ્વિની અકુંજી (એથલેટિક્સ), ધરમવીર સિંહ (હોકી), બી સી સુરેશ (કબડ્ડી) અને નીર મહાદુર ગુરંગ (પેરા એથલેટિક્સ) ને ધ્યાનચંદ આજીવન યોગદાન પુરસ્કાર મળશે. 

વિજેતાઓની યાદી
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારઃ અચંતા શરત કમલ

અર્જુન પુરસ્કારઃ સીમા પુનિયા (એથ્લેટિક્સ), અલ્દોસ પોલ (એથ્લેટિક્સ), અવિનાશ સાબલે (એથ્લેટિક્સ), લક્ષ્ય સેન (બેડમિન્ટન), એચએસ પ્રણોય (બેડમિન્ટન), અમિત (બોક્સિંગ), નિખત ઝરીન (બોક્સિંગ), ભક્તિ કુલકર્ણી (ચેસ), આર પ્રજ્ઞાનંદ (ચેસ), દીપ ગ્રેસ ઇક્કા (હોકી), સુશીલા દેવી (જુડો), સાક્ષી કુમારી (કબડ્ડી), નયન મોની સાયકિયા (લૉનબોલ), સાગર ઓવલકર (મખલમ), ઇલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ઓમપ્રકાશ મિથરવાલ (શૂટિંગ), શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ), વિકાસ ઠાકુર (વેઈટલિફ્ટિંગ), અંશુ (રેસલિંગ), સરિતા (રેસલિંગ), પરવીન (વુશુ), માનસી જોશી (પેરા બેડમિન્ટન), તરુણ ધિલ્લોન (પેરા બેડમિન્ટન), સ્વપ્નિલ પાટીલ (પેરા સ્વિમિંગ), જર્લિન અનિકા જે. બહેરા બેડમિન્ટન)

દ્રૌણાચાર્ય પુરસ્કાર (નિયમિત શ્રેણીમાં કોચો માટે) જીવનજ્યોત સિંહ તેજા (આર્ચરી), મોહમ્મદ અલી કમર (બોક્સિંગ), સુમા શિરૂર (પેરા શૂટિંગ) અને સુજીત માન (રેસલિંગ)

દ્રૌણાચાર્ય પુરસ્કાર લાઇફટાઇમ શ્રેણીઃ દિનેશ લાડ (ક્રિકેટ), બિમલ ઘોષ (ફુટબોલ), રાજ સિંહ (રેસલિંગ).

ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારઃ અશ્વિની અકુંજી (એથલેટિક્સ), ધરમવીર સિંહ (હોકી), બી સી સુરેશ (કબડ્ડી), નીર બહાદુર ગુરંગ (પેરા એથલેટિક્સ).

રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારઃ ટ્રાન્સ સ્ટેડિયા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, કલિંગા સૂચના ટેક્નોલોજી સંસ્થા, લદ્દાખ સ્કી અને સ્નોબોર્ડ સંઘ.

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીઃ ગુરૂનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર

(1:09 am IST)