Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

કચ્છના મુન્દ્રા તા.ના ગુંદાલામા નર્મદા કેનાલમાં ડુબવાથી પાંચના મોત: મૃતકોમાં ૩ મહિલા અને ૨ પુરુષો

એક સાથે પાંચ પાંચ મોતથી ગુંદાલા, મુન્દ્રા સહિત સમગ્ર કચ્છમાં અરેરાટી છવાઈ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના મુન્દ્રા તાલુકામાં ગુંદાલા ગામે નર્મદા કેનાલમાં ડૂબવાથી ૫ જણ ડૂબી જતાં તેમના અરેરાટીભર્યા મોત નીપજ્યા છે. પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ ગુંદાલા ગામની પાસે આવેલી નર્મદા કેનાલમાં આ બનાવ બન્યો હતો. મૃતકોમાં ૩ મહિલા સહિત ૫ જણ ના મોત નીપજ્યા હોવાની વિગતો મળી છે.

 અકસ્માતે પડેલ એક વ્યક્તિને બચાવવા જતા એક પછી એક એમ ૫ જણ ડૂબી જવાનો આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.તમામ મૃતદેહ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક સથવારા સમાજના છે. એક સાથે પાંચ પાંચ મોતથી ગુંદાલા, મુન્દ્રા સહિત સમગ્ર કચ્છમાં અરેરાટી છવાઈ ગઈ છે. આ બનાવને પગલે રાજકીય, સામાજિક આગેવાનો, ગ્રામજનો, પોલીસ ધટના સ્થળે દોડી ગયા હતા. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

 

(9:30 pm IST)