Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

વડાપ્રધાન મોદી 17માં G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયા જવા માટે રવાના

વૈશ્વિક વૃદ્ધિને લાવવા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ડિઝિટલ પરિવર્તન જેવા મુદ્દા પર ચર્ચા કરશે

નવી દિલ્હી :પીએમ મોદી 17માં G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાના બાલી માટે રવાના થઇ ગયા છે. પીએમ મોદીએ કહ્યુ કે તે વૈશ્વિક વૃદ્ધિને લાવવા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ડિઝિટલ પરિવર્તન જેવા મુદ્દા પર ચર્ચા કરશે, તેમણે કહ્યુ કે તે વૈશ્વિક પડકારનું સામૂહિક સમાધાન કાઢવામાં ભારતની ઉપલબ્ધિ અને અતૂટ પ્રતિબદ્ધતાને પણ રેખાકિંત કરશે.

મોદી શિર સમ્મેલનમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની યાત્રા પર ઇન્ડોનેશિયા જઇ રહ્યા છે. આ દરમિયાન તેમના યૂક્રેન સંઘર્ષના પ્રભાવ, ખાસ કરીને ખાદ્ય અને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં અસર સહિત વૈશ્વિક પડકાર પર ચર્ચા કરવાની સંભાવના છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં પણ શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

 

વડાપ્રધાન મોદીએ કહ્યુ, બાલી શિખર સમ્મેલન દરમિયાન વૈશ્વિક વિકાસ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ડિઝિટલ પરિવર્તન જેવા વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દા પર ચર્ચા કરીશ. શિખર સમ્મેલનમાં વાતચીત દરમિયાન હું વૈશ્વિક પડકારનો સામૂહિક સમાધાન કાઢવામાં ભારતની સિદ્ધિ અને અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીશ.

 

(9:25 pm IST)