Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

હવે ઇલોન મસ્કે કોઈ જ નોટીસ વગર 4000 કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને પણ કંપનીમાંથી કાઢી મુક્યા

લગભગ 4000 કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને પોતાના આધિકારિક ઈમેલ, ઓનલાઈન સર્વિસ અને કંપનીનું આંતરિક કોમ્યૂનિકેશન એક્સેસ ગુમાવ્યું

નવી દિલ્હી : ઇલોન મસ્ક દ્વારા જૂના ટ્વિટરના કર્મચારીઓને નિકાળવાનો સિલસિલો યથાવત છે. સ્થાઇ કર્મચારીઓની છટણી પછી હવે ઇલોન મસ્કે કોઈ જ પૂર્વ સૂચના આપ્યા વગર 4000 કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને પણ કંપનીમાંથી નિકાળી મૂક્યા છે. ટ્વિટર સાથે જોડાયેલા એક વ્યક્તિએ જાણકારી આપી છે કે લગભગ 4000 કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને પોતાના આધિકારિક ઈમેલ, ઓનલાઈન સર્વિસ અને કંપનીનું આંતરિક કોમ્યૂનિકેશન એક્સેસ ગુમાવી દીધું છે.

પ્લેટમોરમેરની કેસી ન્યૂટને ટ્વિટ કર્યું, “અપટેડ: કંપનીના સૂત્રોએ મને જણાવ્યું કે ટ્વિટરે પોતાના 4000થી 5000 કોન્ટ્રાક્ટના કર્મચારીઓને નિકાળી દીધા છે. તેની મોટી અસર મોડરેશન અને કોર ઈન્ફ્રા સર્વિસ પર પડશે જે આ સાઈટને ચલાવવા અને બનાવી રાખવા માટે અતિ આવશ્યક છે. આ પગલાથી ટ્વિટરના અન્ય કર્મચારીને પણ ઝાટકો લાગ્યો છે.”

ટ્વિટરથી આ નવી છંટણી ઇલોન મસ્કના તે નિર્ણયના એક સપ્તાહ બાદ કરવામાં આવી છે, જેમાં મસ્કે ટ્વિટરના 50 ટકા સ્ટાફ એટલે લગભગ 3700 લોકોને નોકરીમાંથી નિકાળી દેવામાં આવ્યા હતા. ભારતની ઓફિસમાંથી 90 ટકા સ્ટાફ નિકાળી દેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, નવી છટણીઓ ટ્વિટરના ગ્લોબલ ઓપરેશન્સમાં કરવામાં આવી છે, જેમાં કન્ટેન્ટ મોડરેશન, માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, એન્જિનિયરિંગ અને અન્ય ડિપાર્ટમેન્ટના લોકો પ્રભાવિત થશે.

ઓક્ટોબરમાં ટ્વિટરને 44 બિલિયનની ડીલમાં ખરીદ્યા પછી મસ્કે ટ્વિટરના સ્ટાફને ક્રૂરતાપૂર્વક નિકાળ્યા છે. કેટલાક દિવસ પહેલા જ ટ્વિટરના મહત્વપૂર્ણ સિક્યોરિટી એક્ઝિક્યુટિવ્સે પણ રાજીનામું આપ્યું હતું.

 

(9:23 pm IST)