Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મંત્રી સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ આપવા બદલ તિહાડ જેલ નંબર-7ના જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સસ્પેન્ડ

સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં મે મહિનામાં ધરપકડ બાદથી જેલમાં: EDએ દિલ્હીની કોર્ટને કહ્યું, સત્યેન્દ્ર જૈન એ જેલમાં પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો

નવી દિલ્હી :દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ આપવા બદલ તિહાડ જેલ નંબર-7ના જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર, દાનિક્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારના જેલ વિભાગે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે તેણે આવી ગેરરીતિઓ કરી છે જેની તપાસ કરવાની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેદી સત્યેન્દ્ર જૈનને અયોગ્ય અને ગેરકાયદેસર લાભો આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ ગયા અઠવાડિયે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટનો આરોપ લગાવતા તેમને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં મે મહિનામાં ધરપકડ બાદથી જેલમાં છે.

 

ભાજપના નેતા વર્માએ કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે તિહાડ જેલનું નામ સાંભળીને આરોપીઓ ડરી જતા હતા, પરંતુ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રીઓ પણ જેલથી ડરતા નથી. ઉલટાનું કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન ત્યાં મસાજ કરાવી રહ્યા છે.

 

ભાજપના નેતાની ટિપ્પણી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી સત્યેન્દ્ર જૈન સામે કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં જામીનની સુનાવણીમાં દલીલો પૂર્ણ કર્યા પછી કરવામાં આવી હતી. EDએ દિલ્હીની કોર્ટને કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન એ જેલમાં પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમને તાજા કાપેલા ફળો અને માલિશ આપવામાં આવી છે.

મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે હિમાચલમાં યોજાનારી ચૂંટણીને કારણે EDએ તેમના પર શિકંજો કસ્યો છે.  દિલ્હીના ડેપ્યુટી સીએમએ ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે AAP હિમાચલના પ્રભારી હોવાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને બનાવટી કેસમાં ફસાવવામાં આવ્યા છે.

 

(9:07 pm IST)