Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

શિવસેના નામ તથા 'ધનુષ અને બાણ' ચિન્હ પર પ્રતિબંધ મુકવાના ચૂંટણી પંચના આદેશને ઉદ્ધવ ઠાકરેનો પડકાર :30 વર્ષ સુધી શિવસેનાનું સંચાલન કર્યું પરંતુ આજે પિતાના નામ અને પાર્ટીના પ્રતીકનો ઉપયોગ કરી શકતા નથી: ચૂંટણી પંચનો નિર્ણય ગેરકાયદે હોવાની દિલ્હી હાઈકોર્ટમાં રજુઆત


ન્યુદિલ્હી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે શિવસેના પક્ષના નામ અને 'ધનુષ અને બાના' ચિહ્નો પર પ્રતિબંધ મૂકવાનો ભારતીય ચૂંટણી પંચ (ECI)નો આદેશ ગેરકાયદેસર છે

જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠ સમક્ષ ECIના 8 ઓક્ટોબરના નિર્ણય સામે ઠાકરેની અરજીની સુનાવણી દરમિયાન આ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં તેમના અને એકનાથ શિંદેના બંને જૂથોને "શિવસેના" અને "ધનુષ અને બાણ " નામનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:35 pm IST)