Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ચૂંટણી વચનો ન્યાયી રમત છે અને વન ટાઈમ શોપ છે : અરવિંદ પનગઢિયા

મતદારો માટે ફ્રીબીઝના મુદ્દે રાજકીય ખેંચતાણ : લોકતંત્રમાં વચનો ફ્રીબીઝ નહીં વચનો છે, તે એક વખતનું છે, સરકાર પર વધુ બોઝ ન નાખે તો તે યોગ્ય રમત છે

નવી દિલ્હી, તા.૧૪ : મતદારો માટે ફ્રીબીઝના મુદ્દે રાજકીય ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે આ અરજીને મોટી બેંચને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી વચનો ન્યાયી રમત છે અને વન ટાઈમ શોપ છે. તે આગામી સરકાર માટે લાંબી સફળતાની બાંયધરી આપતું નથી.

ચૂંટણી વચનો પર  અરવિંદ પનગઢિયાએ કહ્યું કે, મારો મત એ છે કે, લોકશાહીમાં વચનો આપવામાં આવે છે તે હકીકતને જોતાં હું લોકતંત્રમાં વચનો આપવામાં આવે છે તેને હું  ફ્રીબીઝ નહીં વચનો કહું છું. તે વચનોની પ્રકૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઠીક શું છે. ઉદાહરણ માટે? જો તે એક વખતનું છે, જો ભવિષ્યની સરકાર પર વધુ બોઝ ન નાખે તો મને લાગે છે કે તે યોગ્ય રમત છે.

જોકે, અરવિંદ પનગઢિયાએ કહ્યું હતું કે, મફત વચનોથી સરકાર માટે લાંબા ગાળાની જવાબદારી ન બનાવવી જોઈએ. આવી જવાબદારીઓ ઊભી કરવી એ પાપ છે કારણ કે, જો તમે ચૂંટણી જીતો છો તો તે ફક્ત તમને જ લાગુ પડતી નથી પરંતુ તે ભવિષ્યની સરકારોને પણ લાગુ પડશે. તેમણે ઓપીએસને પુનઃજીવિત કરવાના ચૂંટણી વચનોનો હવાલો આપ્યો જેને ૨૦૦૩માં તત્કાલીન એનડીએસરકાર દ્વારા રદ કરવામાં આવી હતી.

કોંગ્રેસે ગયા અઠવાડિયે ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)ને હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા તેના મુખ્ય વચનોમાંના એક તરીકે ઉભી કરી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ આવતા મહિને ગુજરાતની ચૂંટણી પહેલા સમાન લાભો ઓફર કર્યા હતા. કોંગ્રેસ શાસિત બે રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢ પહેલાથી જ ઓપીએસલાગુ કરવાનો નિર્ણય કરી ચુક્યા છે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પણ આ પગલું ભર્યું છે. ઝારખંડે પણ જૂની પેન્શન યોજના પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. નીતિ આયોગના પૂર્વ અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જણાવ્યું હતું કે, રાજ્યો જૂની પેન્શન યોજનાનો નાણાકીય બોજ ઉઠાવી શકશે નહીં. રાજકીય પક્ષોએ ઓપીએસનું વચન આપવાથી દૂર રહેવું જોઈએ કે કેમ તે અંગે પૂછવામાં આવતા અરવિંદ પનગઢિયાએ કહ્યું કે, ચોક્કસ. જે પાર્ટીઓ આમ કરવા ઈચ્છે છે તેમના માટે આ ખૂબ જ આકર્ષક છે. સૌથી પહેલા જે થશે તે ૨૦૩૪માં થશે. મને લાગે છે કે સેવા નિવૃત્ત થવામાં ૩૦ વર્ષનો સમય લાગે છે. તો જેઓ ૨૦૦૪માં જોડાયા હતા તેઓ ૨૦૩૪માં નિવૃત્ત થશે. ૨૦૩૪ સુધી કોઈ જવાબદારી રહેશે નહીં. તો તમારી સરકાર સુરક્ષિત છે. તમે ચૂકવણી નથી કરતા, હકિકતમાં તમે તે સરકારને ફસાવી રહ્યા છે જે ૨૦૩૪માં આ તમામ જવાબદારી સાથે સત્તામાં હશે અને જે ૨૦૩૪ બાદનું પાલન કરશે. આવું કરવું અનૈતિક હશે. આ પ્રકારની પ્રણાલીનું વચન આપવું અનૈતિક હશે જેમાં તમે કર્મચારીઓની હાલની પેન્શન પ્રણાલીથી જૂની પેન્શન પ્રણાલીમાં સ્થાનાંતરિત કરો છો.

(7:51 pm IST)