Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ઘણી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મહિલા જજ માટે અલગ વોશરૂમ નથી :આપણે પહેલા જિલ્લા ન્યાયતંત્ર બદલવું પડશે: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડનું ઉદબોધન

ન્યુદિલ્હી : ઘણી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મહિલા જજ માટે અલગ વોશરૂમ નથી.આપણે પહેલા જિલ્લા ન્યાયતંત્ર બદલવું પડશે.

 CJI એ ઉમેર્યું હતું કે મહિલાઓનો જિલ્લા ન્યાયાધીશો તરીકેનો હોદ્દો ગૌણ નથી, તેઓ જિલ્લા ન્યાયાધીશો છે અને આપણે તેમના સ્વમાનની સિસ્ટમ સ્થાપિત કરવી જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે સોમવારે ભાર મૂક્યો હતો કે જિલ્લા ન્યાયતંત્રમાં માળખાકીય મોરચે સંપૂર્ણ સુધારાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા તેમના સન્માન સમયે સંબોધન કરતી વખતે, CJI એ એવા કિસ્સાઓ પર પ્રકાશ પાડ્યો જ્યાં ઘણી મહિલા જિલ્લા ન્યાયાધીશો માટે શૌચાલયની સગવડ  નથી.

તેમણે નોંધ્યું હતું કે તેઓ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળે છે અને જ્યારે તેઓ સાંજે 6 વાગ્યે ઘરે પાછા ફરે છે ત્યારે જ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)