Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

એલપીજી સિલિન્ડર ઉપર મળતી છૂટ ખતમ કરી દેવાઈ

ગેસ સિલિન્ડરની કિંમતો મુદ્દે સરકારનો નિર્ણય : સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર ૨૦૦-૩૦૦ની છુટ અપાતી હતી જેને હવે બંધ કરાઈ

નવી દિલ્હી, તા.૧૪ : સમગ્ર દેશમાં વધતી ગેસ સિલિન્ડરની કિંમતોને મુદ્દે સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે.

 ગેસ સિલિન્ડર ખરીદવા માટે હવે તમારે વધારે રૃપિયા ખર્ચ કરવા પડશે. એલપીજીસિલિન્ડર પર મળનારી છુટને હવે ખતમ કરી દેવાઈ છે. એટલે કે હવે તમારે એલપીજીની બુકિંગ માટે વધારે રૃપિયા ખર્ચ કરવા પડશે.

સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર ૨૦૦થી ૩૦૦ રૃપિયા સુધીની છુટ આપવામાં આવતી હતી જેને હવે બંધ કરી દેવાઈ છે. ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા કોમર્શિયલ સિલિન્ડર પર વધારે ડિસ્કાઉન્ટ આપવા જવાની ફરિયાદોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશની ત્રણેય સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓયલ કોર્પોકેશન (આઓસી) અને એચપીસીએલ (એચપીસીએલ) અને બીપીસીએલ (બીપીસીએલ)એ જાણકારી આપતા ડિસ્ટ્રીબ્યુટર્સને કહ્યુ છે કે હવેથી કોઈ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને છુટની સુવિધા મળશે નહીં. આ નિર્ણય ૮ નવેમ્બરથી લાગુ થઈ ચૂક્યો છે,

(7:47 pm IST)