Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

નયારા એનર્જીએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે રજની કેસરીની નિમણૂક કરી

ફાઇનાન્સ કન્ટ્રોલરશિપ, એકાઉન્ટિંગ, કરવેરા અને ઓડિટમાં પોતાના બહોળા અનુભવ સાથે તેઓ કંપનીની ફાઇનાન્શિયલ કામગીરી સંભાળશે

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સુશ્રી રની કેસરીની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ 2 જાન્યુઆરી, 2023ના રોજ કે એ અગાઉ ચાર્જ સંભાળશે.ઉદ્યોગ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ તમામ ક્ષેત્રોમાં વ્યવસાયિક જોડાણ, ફાઇનાન્સ કન્ટ્રોલરશિપ, એકાઉન્ટિંગ, કરવેરા અને ઓડિટમાં પોતાના બહોળા અનુભવ સાથે તેઓ કંપનીની ફાઇનાન્શિયલ કામગીરી સંભાળશે.
આ નિમણૂક પર  નયારા  એનર્જીના સીઇઓ ડો. એલોઇસ વિરાગે કહ્યું હતું કે, “આ વ્યવસાય અને વૃદ્ધિની દ્રષ્ટિએ  નયારા  એનર્જી માટે નોંધપાત્ર વર્ષ બની રહ્યું છે. સુશ્રી રજની કેસરી નાણાકીય કુશળતા, લીડરશિપ અને વ્યૂહાત્મક વિચારક્ષમતામાં અસરકારક અનુભવ અને ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે અમારા ફાઇનાન્શિયલ એજન્ડાને આગળ વધારવામાં મદદરૂપ થશે અને અમારી વૃદ્ધિની સફરના આગામી તબક્કામાં લાભદાયક પુરવાર થશે.”
સુશ્રી કેસરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ છે. તેઓ અમેરિકાની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સમાંથી સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ પણ છે. તેઓ ભારત અને વિદેશી બજારો એમ બંનેમાં વ્યવસાયિક અસર લાવવા વહીવટ અને નીતિનિયમોના ક્ષેત્રમાં સારો અનુભવ લાવશે. તેઓ હોલ્સિમ ગ્રૂપમાંથી  નયારામાં જોડાયા છે, જ્યાં તેઓ હોલ્સિમ ઇન્ડિયા અને અંબુજા સિમેન્ટ્સ, એસીસી લિમિટેડ માટે સીએફઓ હતા. તેઓ એશિયા પેસિફિક રિજન માટે પણ સીએફઓ હતા. આ અગાઉ તેઓ સ્નાઇડર ઇલેક્ટ્રિક અને ડો. રેડ્ડીસ સાથે જોડાયેલા હતા, જ્યાં તેઓ ભારત, પૂર્વ એશિયા અને જાપાન તથા યુરોપ માટે સીએફઓ હતા.
તેઓ થર્મેક્સ લિમિટેડના બોર્ડ પર સ્વતંત્ર ડિરેક્ટર પણ છે અને તાજેતરમાં તેમને વીક્વાલ એવોર્ડ 2022માં ફાઇનાન્સ કેટેગરીમાં એશિયા પેસિફિક વૂમન લીડર તરીકે એવોર્ડ પણ એનાયત થયો હતો.
આ નિમણૂક પર સુશ્રી રજની કેસરીએ કહ્યું હતુ કે, “નયારા એનર્જીએ હાલના અને નવા એમ બંને બજારોમાં આગળ જતાં નોંધપાત્ર તક સાથે એની વૃદ્ધિ વ્યૂહરચના પર સારી પ્રગતિ કરી છે. હું નફાકારક વૃદ્ધિને આગળ વધારવા કંપનીની નાણાકીય કામગીરીનું નેતૃત્વ કરવા આતુર છું.”
નયારા એનર્જી વિશે: નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017 માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ કન્સોર્ટિયમ હતું. કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી www.nayaraenergy.com પર ઉપલબ્ધ છે.

(6:57 pm IST)