Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સવારમાં ઉઠી વાસી મોઢાએ એક ગ્‍લાસ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્‍યાઓ દૂર થઇ શકે

સવારની વાસી લાળ સ્‍કીન પરના ડાઘ અને ખીલ મટાડવા માટે અકસીર દવા જેવી

નવી દિલ્‍હીઃ સવારે ઉઠીને વાસી મોઢે એક ગ્‍લાસ પાણી પીવાથી પેટની સમસ્‍યા હળવી થાય છે. વાસી લાળને સ્‍કીન પરના ડાઘ ઉપર અને ખીલ પર લગાડી શકાય છે. આયુર્વેદમાં લાળના ઘણા ફાયદા જણાવવામાં આવ્‍યા છે.

લાળના ઉપયોગથી આંખના રોગો, ત્વચા સંબંધીત રોગો અને દાંતને લગતી અનેક સમસ્યાઓમાં લાળનો ઉપયોગ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ લાળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે સવારે વાસી લાળ વધુ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને સવારની વાસી લાળના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સ્કીન સંબંધી સમસ્યાઓ માટે ફાયદાકારક છે-

સવારની વાસી લાળ, સ્કીન પરના ડાઘા, પિમ્પલ્સ દૂર કરે છે. જો ખીલની સમસ્યા હોય તો ચહેરા પર વાસી લાળ લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. શરીર પર થવાવાળી ફોલ્લીઓ અને ઘા પડ્યા પછી  રૂઝ આવી ગયા બાદ જે ડાઘા રહી જાય છે તે ડાઘ દૂર કરવામાં સવારની વાસી લાળ ખૂબ ઉપયોગી છે.

પેટની સમસ્યાઓ માટે છે ઉપયોગી-

પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે સવારની વાસી લાળ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ ક્યારેય નહીં થાય.

આંખો માટે-

જો તમારી આંખોની નીચે કાળા ડાઘ હોય તો તેના પર વાસી લાળ લગાવવાથી કાળા ડાઘો દૂર થાય છે. સવારે મોંની લાળથી આંખોની આસપાસ ઘસવાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ દૂર થઈ થાય છે. કાજલની જેમ આંખોમાં લગાવાથી આંખોનું તેજ વધે છે.

(4:40 pm IST)