Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

લિંકન ફાર્માસ્યુટિકલ્સઃ બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વધીને રૂ.૨૩.૭૪ કરોડ થયો

મુંબઇ, તા.૧૪: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ.૨૩.૭૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ.૧૫.૦૪ કરોડ કરતાં ૫૭.૮૫ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ.૧૪૬.૩૦ કરોડની કુલ આવકો દર્શાવી છે જે વર્તમાન નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાની રૂ.૧૩૦ કરોડની કુલ આવકો કરતાં ૧૨.૫૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. ૩૪.૫૯ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૩.૪૧ કરોડની એબિટા કરતાં ૪૭.૭૬ ટકા વધુ હતી. શેરદીઠ આવક રૂ. ૧૧.૮૪ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિક ગાળાની રૂ. ૭.૪૯ની ઈપીએસ કરતાં ૫૮.૦૮ ટકા વધુ હતી. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કંપનીની ૨૮મી એજીએમમાં શેરધારકોએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે શેરદીઠ રૂ. ૧.૫૦ના ડિવિડન્ડને મંજૂરી આપી હતી

 

(4:26 pm IST)