Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

બિગબ્લોક કન્સ્ટ્રકશનનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૧૭૪ ટકા વધીને રૂ.૮.૬૧ કરોડ થયો

મુંબઇ, તા.૧૪: એરેટેડ ઓટોકલોવ કોન્ક્રિટ (એએસી) બ્લોકસ, બ્રિકસ અને પેનલ્સના ઉત્પાદનમાં ભારતમાં અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી બિગબ્લોક કન્સ્ટ્રકશન લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૮.૬૧ કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન ૧૭.૭ ટકા)નો કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૩.૧૪ કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન ૭.૬ ટકા)ના ચોખ્ખા નફા કરતાં કંપનીએ વાર્ષિક ધોરણે ૧૭૪ ટકાનો વધારો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. ૪૮.૫૫ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૪૧.૨૩ કરોડની કુલ આવકની સામે વાર્ષિક ધોરણે ૧૭.૭ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. ૧૩.૯૬ કરોડ રહી હતી (એબિટા માર્જિન ૨૮.૮ ટકા) જે નાણાંકીય વર્ષ ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૬.૦૮ કરોડના એબિટા (એબિટા માર્જિન ૧૪.૭ ટકા) કરતાં ૧૨૯.૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઈપીએસ શેરદીઠ રૂ. ૧.૨૦ રહી હતી જે વાર્ષિક ધોરણે ૧૭૦ ટકા વધુ હતી.

 

(4:24 pm IST)