Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

કેસર છે ભારે ગુણકારી

ત્‍વચા, હ્યદયરોગ, કેન્‍સર સહીતના રોગોની સારવારમાં ભારે ઉપયોગી

શું આપ જાણો છો કેસર સુર્યના અલ્‍ટ્રાવાયોલેટ કિરણો સામે ત્‍વચાનું રક્ષણ કરવામાં મદદરૂપ બને છે તે તમારો સ્‍ક્રીન ટોન જાળવી રાખે છે.

કેસર બહુ મહત્‍વના એન્‍ટી માઇક્રોબીઅલ અને એન્‍ટી ઓકસીડન્‍ટ તત્‍વો ધરાવે છે. જે ત્‍વચાને લગતી તકલીફોની સારવારમાં મદદરૂપ થાય છે. તમારા ભોજનમાં થોડુ અમથુ કેસર ઉમેરવાથી ચામડીની તકલીફોની સારવાર અને સ્‍કીન ટોન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં રહેલ તત્‍વો દય રોગને લગતી તકલીફોનમાં વધુ સારૂ કામ કરે છે.

વધુ કેસરમાં મોટા પ્રમાણમાં રહેલ ખનીજ તત્‍વો દયની તકલીફોની સારવારમાં મદદરૂપ બને છે. કેસરમાં રહેલ ખનીજતત્‍વો દયની તકલીફોની સારવારમાં મદદરૂપ બને છે. કેસરમાં રહેલ ખનીજ તત્‍વો, ેએન્‍ટી ઓકસીડન્‍ટસ અને ન્‍યુટ્રીયેન્‍ટસ રકત પરિભ્રમણ સીસ્‍ટમને મજબુત બનાવે છે જેનાથી દયરોગનું જોખમ ઓછુ થાય છે.

કેસરમાં વધારે માત્રામાં એન્‍ટી ઓકસીડન્‍ટસ હોય છે. ખોરાકમાં કેસર ઉમેરવાથી દયરોગનું જોખમ તો ઘટે જ છે તે ઉપરાંત તેમાં રહેલ સેક્રફેનલ, ક્રેસેટીન અને ક્રેસેટીન અને ક્રોસીન જેવાએન્‍ટી ઓકસીડન્‍ટો કેન્‍સરની સારવાર અને તેને રોકવામાં પણ કામ આવે છે. વધુમાં કેન્‍સરમાં રહેલ એન્‍ટી ઓકસીડન્‍ટ તત્‍વો વજન ઘટાડવામાં, ભુખ વધારવામાં , એન્‍ટી ડીપ્રેસન્‍ટ તરીકે અને દાહ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

કેસરમાં એન્‍ટી ઓકસીડન્‍ટ બહુ વધારે પ્રમાણમાં છે એટલુ જ નહી તે માનવામાં ના આવે એટલા અસરકારક છે. પાઇક્રોક્રોસીન, સેફ્રેનલ અને ક્રોસીન કેસરમાં રહેલા એવા એન્‍ટી ઓકસીડન્‍ટ છે. જે શરીરમાં રહેલી ઓકસીડેટીવ સ્‍ટ્રેસથી મુકિત અપાવે છે.અભ્‍યાસ અનુસાર કેસરના ફાયદા ફકત ખોરાકમાં રંગ અને સ્‍વાદ પુરતા જ નથી. તેમાં આરોગ્‍યને લગતા ઘણા આヘર્યજનક ફાયદાઓ રહેલા છે. તમારા ખોરાકમાં થોડુ કેસર ઉમેરવાથી તમારા શરીર અને ચામડીને આヘર્યજનક ફાયદાઓ થઇ શકે છે. કેસર પહાડી વિસ્‍તારોમાં ઉગે છે. કાશ્‍મીરની પહાડીઓમાં તેને ક્રોકસના ફુલમાંથી મેળવવામાં આવે છે. બહુ ઝીણા તાંતણાઓ જેવી આ વસ્‍તુ બહુ મોંઘા ભાવે વેચાતી હોય છે. કોઇ પણ ખોરાકમાં તેને ઉમેરવાથી તે રંગ અને સ્‍વાદ વધારે છે.

(3:47 pm IST)