Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મુંબઈ : પતિને વશમાં કરવા માટે પત્નીએ જયોતિષીને આપ્યા ૫૯ લાખ

બિઝનેસમેને તેમની પત્ની અને પૂર્વ પ્રેમી વિરૃદ્ઘ કેસ નોંધાવ્યો

મુંબઈ તા. ૧૪ : અંધવિશ્વાસના પ્રભાવથી શિક્ષિત લોકોઙ્ગપણ બાકાત રહ્યા નથી. મુંબઈમાં એક મહિલાએ તેમનાઙ્ગબિઝનેસમેન પતિને વશમાં કરવા માટે જયોતિષીને ૫૯ લાખ રૃપિયા આપ્યા. આ ઘટના પવઈનીઙ્ગછે. જયાં એક બિઝનેસમેને તેમની પત્નીનાઙ્ગપૂર્વ પ્રેમી અને અને જયોતિષી વિરૃદ્ઘ ભ્રષ્ટાચાર અને બેઈમાનીથી પૈસા લેવાનો કેસ નોંધાવ્યો.એસ્ટ્રોલોજર અને તેમનાઙ્ગએકસ લવરે મળીને બિઝનેસમેનની પત્નીઙ્ગપાસેથી કાળા જાદુના નામ પર પતિને વશમાં કરવાનો વિશ્વાસ આપીને ૨૪ લાખ રૃપિયાનું સોનુ અને ૩૫ લાખ રૃપિયાના રોકડ લીધા.

પવઈ પોલીસે જણાવ્યું કે તેઓએઙ્ગબાદલ શર્મા અને પરેશ ગડા વિરુદ્ઘ ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતની સાથે બેઈમાનીથી પૈસા બનાવ માટે ખોટા વાયદા કરવા અંગે એફઆરઆઇ નોંધાવી. બિઝનેસમેનની પત્નીઙ્ગપાસેથી જે પૈસા બેઈમાનીથી લેવામાં આવ્યા,તેઙ્ગવેપારીને તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે આપવા માટે રાખું હતું. પોલીસ બન્નેની શોધ કરી રહી છે.જેનેઙ્ગ૧૩-૧૮ ઓકટોબર વચ્ચે વેપારીની પત્ની સાથે છેતરપિંડી કરી અને કાળા જાદુ કરવાના બહાને પૈસા વસુલ કરીને ફરાર થઇ ગયા.

સોશ્યલઙ્ગમીડિયા પ્લેટફોર્મ બિઝનેસમેનની ૩૮ વર્ષની પત્ની જયોતિષીના સંપર્કમાં આવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કામમાંઙ્ગપરેશે બાદલની મદદ કરી. મહિલાએ દાવો કર્યો કે બાદલેઙ્ગતેને કહ્યું હતું કે તે તેમનાઙ્ગપતિને વશમાં કરવા માટે કાળુ જાદુ કરશે. મહિલાના જણાવ્યા મુજબ,તેમના પતિ ફકત તેમના ભાઈ અને પરિવારનું જ સાંભળતા હતા અને તેની સાથે ઝગડો કરતા હતા.

(1:56 pm IST)